Proud of Gujarat
FeaturedEntertainmentGujaratINDIALifestyleUncategorized

ગુજરાતી સ્ત્રી પર આધારિત સ્ટોરીમાં હવે ઐશ્વર્યા રાય બચ્ચન બનશે સરોગેટ માતા

Share

ગુજરાત તથા રાજસ્થાનના પુષ્કરમાં આવનારા દિવસોમાં એક ફિલ્મ શૂટ થવાની છે જે સરોગસી પર આધારિત છે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ થશે.

ટોઈલેટ એક પ્રેમકથાના ડિરેકટર શ્રી નારાયણ સિંહ અને પ્રેરણા અરોરા આ ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન લીડ રોલ કરે તેવી શકયતા છે. ટોઈલેટ- એક પ્રેમ કથાની સ્ક્રિપ્ટ લખનાર સિદ્ઘાર્થ અને ગરિમા અત્યારે શાહિદ કપૂરની બત્તી ગુલ, મીટર ચાલુના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યાર પછી તેઓ ડિરેકટર તરીકે સરોગસી પર આધારિત ફિલ્મ હાથમાં લેશે.

Advertisement

આ વાતને પુષ્ટિ આપતા શ્રી અકીલા નારાયણ સિંહે જણાવ્યું કે, ‘સિદ્ઘાર્થ-ગરિમા છેલ્લા ત્રણ વર્ષથી આ વિષય પર સંશોધન કરી રહ્યા હતા અને તેના માટે ફાયનાન્શિયલ સપોર્ટની રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ ગુજરાતની એક સ્ત્રીના જીવન પર આધારિત છે જેને પોતાને કોઈ બાળકો નથી પણ તે કોઈ બીજા માટે સેરોગેટ માતા બનવા માંગે છે. એક તબક્કે તે બાળક સાથે લાગણીના તાંતણે જોડાઈ જાય છે અને પોતાનુ બાળક પાછુ માંગે છે.’ તે વધુમાં જણાવે છે કે ચોમાસા પછી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે, ત્યાં સુધી સ્ક્રિપ્ટ અને અન્ય તૈયારી ચાલશે.

સૌજન્ય(અકિલા)


Share

Related posts

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ચાલુ પરીક્ષાએ પંખો પડતા સુપરવાઈઝર ઈજાગ્રસ્ત

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં જૂની તરસાલી ગામે રેતી ભરવા માટે મજૂરો બાખડયા : એક મજૂરે પાવડો બીજા મજૂરને મારી દેતાં ઈજાગ્રસ્ત થયો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં યુવતીની હત્યા કરી તળાવમાં નાંખી દેવાના ખૂની ખેલનો મામલો, પોલીસે આરોપીઓની કરી ધરપકડ

ProudOfGujarat
error: Content is protected !!