ટાટા સન્સની ભાગેદારી વાળી એરલાઈન્સ એર એશિયા ઈન્ડિયાએ એકવાર ફરી ધમાકેદાર ઓફરની જાહેરાત કરી છે. જે અંતર્ગત એરલાઈન તમને દેશના ૭ શહેરોમાં ૯૯ રૂપિયાના બેઝ ફેરમાં મુસાફરી કરાવવાની તક આપી રહી છે. બેસ ફેરની શરૂઆત ૯૯ રૂપિયાથી શરૂ થઈ રહી છે. જોકે કેટલાક શહેરોમાં બેસ ફેર ૯૯ રૂપિયાથી થોડો વધારે છે પરંતુ તેની આસપાસ છે.
એર એશિયા ઈન્ડિયાએ આ ઓફર ભારતના ૭ મોટા શહેરો માટે લાવ્યું છે. જેમાં બેંગલુરુ, હૈદરાબાદ, કોચ્ચી, કોલકાતા, નવી દિલ્હી, પુણે અને રાંશી શામેલ છે. તમે આ શહેરો માટે માત્ર ૯૯ રૂપિયામાં ટિકિટ બુક કરાવી શકો છો. આ ઓફર લાગુ થઈ ચૂકી છે જે અંતર્ગત તમને ૨૧ જાન્યુયારી સુધીમાં ટિકિટ બુક કરાવી શકો છો.
આ દરમિયાન તમે ૧૫ જાન્યુઆરીથી ૩૧ જુલાઈ વચ્ચે યાત્રા માટે ટિકિટ બુક કરાવી શકો છે. આ ઉપરાંત એર એશિયા તેવા લોકો માટે પણ ઓફર લાવી ચૂકી છે, જે વિદેશ યાત્રા પર જવા ઈચ્છે છે. જે અંતર્ગત એરલાઈન્સ માત્ર ૧૪૯૯ રૂપિયાના બેસ ફેરમાં ટિકીટ બુક કરવાની તક આપી રહી છે.
આ ઓફરમાં એશિયા પેસિફિક માટે ૧૦ શહેરોને શામેલ કરવામાં આવ્યા છે. જેમાં તમે ઓકલેન્ડ, બાલી, બેંગકોક, કુઆલાલમ્પુર, મેલબોર્ન, સિંગાપુર અને સિડની માટે ટિકીટ બુક કરાવી શકો છો. જોકે ઓફરનો લાભ લેવા માટે તમારે તેનું બુકિંગ એર એશિયાની મોબાઈલ એપ અને વેબસાઈટના નિયમો તથા શરતો મુજબ કરવું પડશે.
જણાવી દઈએ કે એર એશિયામાં ટાટા સન્સની ૫૧ ટકા ભાગીદારી છે. બાકી ૪૯ ટકા ભાગીદારી એર એશિયા ઈનવેસ્ટમેન્ટ લિમિટેડ ઓફ મલેશિયા પાસે છે
સૌજન્ય(અકિલા)