અમદાવાદઃ હિંમતનગરના ઢુંઢરમાં 14 માસની બાળકી સાથે બનેલી દુષ્કર્મની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તંગદિલી ભર્યું વાતાવરણ ફેલાયું છે. રાજ્યભરના અનેક શહેરોમાં પરપ્રાંતિય સમાજો પર વિવિધ પ્રકારે હુમલાઓ પણ થઈ રહ્યા છે. પરંતુ શાંતિ અને સુલભતાના ઉદ્દેશ્યથી પરપ્રાંતિય સમાજે અમદાવાદમાં કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું. અમદાવાદના મેઘાણીનગરમાં યોજાયેલી કેન્ડલ માર્ચમાં હજારો લોકો જોડાયા હતા. લોકોએ આરોપીઓને સખતમાં સખત સજા થાય તેવી ભલામણ કરી હતી. પરપ્રાંતિય પરિવારોઓએ ‘અમારી દીકરીને ન્યાય આપો’ અને ‘નિર્દોષોને હેરાન કરવાનું બંધ કરો’ના પોસ્ટર લગાવ્યા હતા..સૌજન્ય
Advertisement