Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવરાત્રી-દિવાળીમાં લોન્ચ થનારા 100 પ્રોજેક્ટ પર પૂર્ણવિરામ, અમદાવાદમાં રિઅલ એસ્ટેટને 1 મહિનામાં 5000 કરોડનું નુકસાન

Share

 

સૌજન્ય-D.B અમદાવાદ: ભ્રષ્ટાચાર નાથવા ઓનલાઈન પ્લાન પાસીંગ સીસ્ટમ લાવવામાં આવી પણ તેના સોફટવેરમાં ક્ષતિઓના કારણે પ્લાન પાસ થતા નથી. અત્યારસુધી પ્લાન પાસીંગ સીસ્ટમમાં બિલ્ડર અને ઓથોરિટી (મ્યુનિ-ઔડા) એમ બે જ પાર્ટી હતી પણ ઓનલાઈન પધ્ધતિથી થર્ડ પાર્ટી એટલેકે સોફટવેર કંપની ઉભી થઈ છે. ક્ષતિ ઓનલાઈન દૂર નહીં થતી હોવાથી બિલ્ડરે સોફટવેર કંપની પાસે જવુ પડે છે અમે તે બિલ્ડરના પ્લાનને અનુરૂપ ક્ષતિ દૂર કરી આપે છે અને પછી તેને સીસ્ટમમાં ઓનલાઈન અપલોડ કરવાથી પ્લાન પાસ થાય છે. આ નવી પધ્ધતિમાં પણ ભ્રષ્ટાચાર થવાની ભીતિ સર્જાઈ છે.

Advertisement

નુકસાનથી મકાનોના ભાવમાં 20થી 25 ટકાના વધારાની શકયતા
તાજેતરમાં જ આ મુદ્દે બિલ્ડરો અને મુખ્યમંત્રી વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ અધિકારીઓને પ્લાન પાસ ઝડપથી થાય તે રીતે ધળમૂળથી સીસ્ટમમાં ફેરફાર લાવવા આદેશ કર્યો હતો. જેને પગલે ચાર દિવસ પહેલા જ સરકારે નવો પરિપત્ર કર્યો પણ તેમાં પણ ગૂંચવાડો ઉભો કર્યો છે. જેથી ડેવલપર્સ દ્વારા ફરી વખત સીસ્ટમમાં સુધારો લાવવાના મુદ્દા લેખિતમાં સોંપ્યા છે. છેલ્લા સાડા ચાર મહિનાથી પ્લાન પાસીંગ સીસ્ટમમાં જ ફેઈલ થઈ જતા નવરાત્રિ અને દિવાળીમાં લોન્ચ થનારા 100 પ્રોજેકટ પર પૂર્ણવિરામ મૂકાયુ છે. જયારે ઓનગોઈંગ પ્રોજેકટની કોસ્ટ વધી જતા મકાનોના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો કરવાનો નિર્ણય બિલ્ડરો દ્વારા લેવાયો છે. જાન્યુઆરીમાં યોજાનારા વાઈબ્રન્ટ સમિટમાં પણ બિલ્ડરો એમઓયુ નહીં કરે.

નવા પરિપત્ર સામે બિલ્ડરની માગણી, સોફ્ટવેરમાં સુધારો નહીં થાય ત્યાં સુધી ઓનલાઈનનો અમલ મુશ્કેલ

તપાસ પછી અરજી: બિલ્ડર આઈએફપી પર જે અરજીના દસ્તાવેજો અને માહિતીની સંલગ્નતાની તપાસ આર્કિટેક-એન્જિનીયરે કરવાની રહેશે. જરૂરી ચકાસણી પછી વધુ કાર્યવાહી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

જૂની પ્રક્રિયા કરો: ઓટોકેડ ફાઈલ જ અપલોડ કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. અત્યારસુધી જે રીતે કોમ્પ્યુટરમાં ડ્રોંઈગ તૈયાર કરાતા તે રીતે જ સબમીટ કરવાની વ્યવસ્થા કરવી જોઈએ.

ટીડીઓની નોંધ જરૂરી:ઓડીપીએસમાં સ્ક્રુટીની પછી નકશા નિયત ફાઈલમાં મોકલાયા ન હોય તે સિવાયના કિસ્સામાં ચકાસણી રિપોર્ટ, ડ્રોંઈગ ફાઈલ મ્યુનિ.ના ટીડીઓ-ડેવલપરને મળશે. ટીડીઓએ જરૂરી નોંધ ઓનલાઈન દર્શાવવી પડશે.

સોફટવેર સુધારો:સીજીડીસીઆર પ્રમાણે સોફટવેર નહીં હોવાથી ખોટી ક્ષતિઓ વધુ ઊભી થાય છે. સોફટવેર કોમન જીડીસીઆર સાથે સુસંગત કર્યા પછી જ આ વ્યવસ્થા લાગુ થવી જોઈએ.

નિયત ફાઈલનો આગ્રહ: ઓનલાઈન અરજીમાં નિયત ડ્રોંઈગ ફાઈલ સિવાયની ફાઈલ અપલોડ કરાય તો ઓડીપીએસ ‘ડ્રોંઈગ નોટ ઈન ફોર્મેટ’ તરીકે મૂકાશે.આર્કિટેક કે એન્જિનિયરત્રણથી વધુ વખત ભૂલ થશે તો કાર્યવાહી કરાશે.

નિયમ રદ કરો: કોમન જીડીસીઆર સાથે સોફટવેર મેચ નહીં હોવાથી સોફટવેર ધારે તે પ્રમાણે કવેરી ઉભી થઈ શકે છે. આ સ્થિતિમાં સોફટવેર કંપનીનુ આધિપત્ય ઉભુ થઈ શકે છે. આ રદ કરવું જોઈએ.

પંદર દિવસમાં ખરાઈ :તમામ પ્રક્રિયા કાર્યપધ્ધતિથી મુજબ હોય અને મંજૂરી મળે તો પંદર દિવસમાં નકશા મુજબના ડ્રોંઈંગની ફાઈલ ટીડીઓને રજૂ કરવાની રહેશે અને ટીડીઓએ રેકોર્ડ તથા ખરાઈ માટે અપલોડ કરવાની રહેશે.

બીયુ પહેલા પ્રક્રિયા: સોફટવેર અપગ્રેડ જ થયુ નથી. ત્યારે આ માટે કોઈ મુદત હોવી જોઈએ નહીં પણ બીયુ પરમીશન આપવામાં આવે તે પહેલા આ ખરાઈ થવી જોઈએ.


Share

Related posts

અમદાવાદમાં હથિયારો સાથે રિલ્સ બનાવતાં સાત લોકોની પોલીસે ધરપકડ કરી

ProudOfGujarat

ડેડીયાપાડા મોવી હાઇવે રોડ ઘાંટોલી ગામે કન્ટેનર અને ઇકો ગાડીને અકસ્માત નડતા ઇકો ગાડીમાં બેસેલ 7 પેસેન્જરોને ઇજા.

ProudOfGujarat

નડિયાદની સી.બી. પટેલ આર્ટસ કોલેજમાં કાવ્ય પઠન અને કાવ્યગાન સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!