Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાબરમતી રિવરફ્રન્ટે રાખ્યા છે અમદાવાદ મેટ્રો ટ્રેનના કોચ, CM રૂપાણી કરશે ઉદઘાટન

Share

અમદાવાદઃ શહેરમાં આગામી જાન્યુઆરીથી મેટ્રોની ટ્રાયલ રન શરૂ થવા જઈ રહી છે. જેને પગલે મેટ્રોના ડેમો કોચનું અમદાવાદમાં આગમન થઈ ગયુ છે. આ કોચ પહેલા મુંદ્રા પોર્ટ ખાતે આવ્યા હતા, ત્યાર બાદ તેને અમદાવાદમાં લાવવામાં આવ્યા છે. આ કોચને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વલ્લભસદન નજીક ડિસ્પ્લે માટે મુકવામાં આવ્યો છે. આ કોચનું 6 ઓક્ટોબરે CM રૂપાણી મેટ્રો કોચનું અનાવરણ કરશે.

Advertisement

મેટ્રોના એક કોચમાં 40થી 50 લોકો બેસી શકશે, જ્યારે 250 લોકો ઉભા રહી શકશે
શહેરમાં ડિસેમ્બર 2018 સુધીમાં ઇસ્ટ વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેનનું સંચાલન શરૂ કરવાની કવાયત વેગવંતી બની ગઈ છે. એક કોચમાં 300 લોકો પ્રવાસ

કરી શકશે. જેમાં 40થી 50 લોકો બેસી શકશે, જ્યારે 250 લોકો ઉભા રહી શકશે. મેગા કંપની દ્વારા મેટ્રો ટ્રેનના 96 કોચ માટે 1050 કરોડ રૂપિયાના ખર્ચે દક્ષિણ કોરિયાની કંપનીને વર્ક ઓર્ડર આપ્યાં છે. સરેરાશ 34 કિલોમીટરની સ્પીડે દોડનારી આ ટ્રેન એક સ્ટેશન પર 30 સેકન્ડ રોકાશે. પીક અવરમાં આ ટ્રેનનું દર બે મિનિટે જ્યારે ભીડ ઓછી હોય ત્યારે 12થી 15 મિનિટે સંચાલન કરવામાં આવશે..સૌજન્ય


Share

Related posts

જંબુસર ખાતે તાલુકા કક્ષાનો કૃષિ મેળો અને મિલેટ્સ પ્રદર્શન યોજાયું

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકોનાં કર્મચારીઓ બેંકોના ખાનગીકરણના વિરોધમાં હડતાળ પર….

ProudOfGujarat

ગોધરાનાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!