Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે 57 દેશોના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળ ગુજરાતની મુલાકાતે

Share

 
સૌજન્ય-D.B અમદાવાદ: મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જ્યંતીની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રસરકાર દ્વારા મહાત્મા ગાંધી ઇનટરનેશનલ સેનીટેશન કન્વેન્શનનું આયોજન આજથી 2 ઓક્ટોબર સુધી નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં 57 જેટલાં દેશોના આરોગ્ય અને સ્વચ્છતા સાથે સંકળાયેલા મંત્રીશ્રીઓ તેમજ તેમના પ્રતિનિધિઓ સહિત અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, સીંગાપુર, શ્રીલંકા, કંબોડીયા, કેન્યા, ઇન્ડોનેશીયા, પેરુ, યુગાન્ડા વગેરે દેશ સાથે કુલ 125 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળ ભાગ લેનાર છે.
ગાંધીજીની જીવનયાત્રા અને સ્વચ્છ ભારત મિશનની કામગીરી નિહાળાશે
ઉક્ત ઉજવણીના ભાગરૂપે 30 સપ્ટેમ્બર રોજ ગુજરાત ખાતે એક દિવસીય મુલાકાતનું આયોજન પણ આ સંમેલનના ભાગરૂપે કરવામાં આવ્યુ છે. આ ઉજવણીના સંદર્ભે એક દિવસીય મુલાકાતમાં ગાંધીજીના જીવન મુલ્યો તથા ગાંધીજીની જીવનયાત્રા અને સ્વચ્છ ભારત મિશનની કામગીરીને પ્રત્યક્ષ નિહાળવામાં આવનાર છે. આ એક દિવસીય પ્રવાસમાં સાબરકાંઠા જિલ્લાના પુંસરી ગામ, દાંડી કુટીર મહાત્મા મંદિર, તથા સાબરમતી આશ્રમની મુલાકાત લેવામાં આવનાર છે.
રોડ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય સ્વાગત કરાશે
આ કાર્યક્રમને અનુલક્ષીને પુંસરી ગામ ખાતે રોડ શો તથા સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. પુંસરી ગામમાં સ્વચ્છ ભારત મિશનની કામગીરી અન્વયે ખુલ્લામાં શૌચમુક્ત હોવાની ખુબ ઝડપી થયેલી કામગીરી, પુંસરી નિર્મળ ગ્રામ, વ્યાક્તિગત શૌચાલય, કોમ્યુનિટી શૌચાલય, ડ્રેનેજની સુવિધા, ઘેર-ઘેરથી કચરો એકત્રિત કરવાની કામગીરીની સુવિધા તથા પીવાના પાણીની સુવિધા ઉપરાંત પ્રાથમિક શાળા, મીડડે મીલ સેન્ટર, આંગણવાડી, આવાસ યોજના, આર.ઓ પ્લાન્ટ તથા એક મોડેલ વિલેજ તરીકે જેટલી સુવિધા ઉપલબ્ધ છે તે તમામ બાબતોનુ નિદર્શન થનાર છે.
સાબરમતી આશ્રની મુલાકાત પણ લેશે
પુંસરી ગામની મુલાકાત બાદ મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલશ્રીના અધ્યક્ષ સ્થાને ભોજન સમારંભ યોજાનાર છે. ત્યારબાદ દાંડીકુટીર ખાતેના મ્યુઝિયમનું નિદર્શન કરવામાં આવશે. આ સાથે સાબરમતી આશ્રમની મુલાકાત પણ લેવામાં આવશે. આ પ્રતિનિધિ મંડળની સાથે કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, રમેશ ચંડપ્પા જીગાજીનાગી તેમજ ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા સાથે ઉચ્ચ કક્ષાના અધિકારીશ્રીઓ તથા વહીવટી તંત્ર આ કાર્યક્રમમાં જોડાનાર છે. સમગ્ર કાર્યક્રમનુ સુચારૂ રૂપે થાય તે માટે ગ્રામ વિકાસ કમિશ્નર શ્રીમતી મોના ખંધારના માર્ગદર્શન હેઠળ ઉક્ત સમગ્ર કાર્યક્રમનુ આયોજન થનાર છે.

Advertisement

Share

Related posts

વડોદરા-સમા પોલીસે હાઇવે પરથી 450 પેટી ભરેલી વિદેશી દારૂની ટ્રક ઝડપી-લાખ્ખો નો મુદ્દામાલ જપ્ત કર્યો…..

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના અછાલિયા ગામે સ્વામિનારાયણની પારાયણ કથા યોજાઇ.

ProudOfGujarat

ભરૂચના વાતાવરણમાં ગતરોજ થી બદલાવ.વાતાવરણમાં ઠડક સાથે પવન અને ધુળિયું વાતાવરણ બન્યું.પવન સાથે ધૂળ પણ પ્રસરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!