Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

રાજસ્થાનમાંથી 3 કરોડનો ચરસ અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં જથ્થો સપ્લાય કરવા આવેલા બે ઝડપાયા..

Share

 
સૌજન્ય-અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 3 કરોડથી વધુનો ચરસનો જથ્થો ઝડપીને એક મહિલા અને એક પુરુષની ધરપકડ કરી છે. આરોપીએ રાજસ્થાનથી કાશ્મીરી ચરસ અમદાવાદ લાવી રહ્યાં હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે 22 કિલોથી વધુનો ચરસનો જથ્થો ઝડપી પાડ્યો છે. સાથે જ બે અલગ- અલગ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અમદાવાદ તેમજ સૌરાષ્ટ્રમાં પોરબંદર અને જૂનાગઢમાં ચરસના જથ્થાની ડીલીવરી આપવા માટે આવેલ એક મહિલા સહિત બે વ્યક્તિઓની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ કરોડથી વધુ કિંમતના ચરસના જથ્થા સાથે ધરપકડ કરી છે આટલી મોટી સંખ્યામાં ચરસનો જથ્થો ઝડપાતાં પોલીસ પણ ચોંકી ઊઠી છે અને આ માદક દ્રવ્યનો વેપાર કરનારા લોકોના મૂળ સુધી પહોંચવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગેની વિગત આપતા એડિશનલ પોલીસ કમિશનર(ક્રાઈમ) જે કે ભટ્ટે જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાંચના ડીસીપી દીપેન ભદ્રનને મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં વોચ ગોઠવી હતી. દરમિયાન રાજસ્થાનના ચિતોડગઢ થી શ્રીનાથજી ટ્રાવેલ્સની બસમાં આવી રહેલી એક મહિલા અમદાવાદ થઈ જુનાગઢ જવાની બાતમીના પગલે પીઆઈ કે જી ચૌધરીની ટીમે ઇન્દિરા સર્કલ પાસે મોડીરાત્રે શ્રીનાથજી ટ્રાવેલ્સની બસ રોકી તેમાં મુસાફરી કરતી શાઇના ઉર્ફે કાલી શરીફ મોહમ્મદ છીપા, રહેવાસી ગામ ચીકારડા જિલ્લો ચિત્તોડગઢ, રાજસ્થાન ની તપાસ કરતા એની પાસેની બેગમાંથી 12 કિલો 684 ગ્રામ ચરસનો જથ્થો (કિંમત રૂપિયા એક 1,90,27170)નો મળી આવ્યો હતો.

Advertisement

બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે એન ચાવડાની ટીમે અજય ટ્રાવેલ્સમાં રાજસ્થાનના ચીકારડા ગામ થી ચરસનો જથ્થો લઇ અમદાવાદથી ધોળકા તરફ જઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસ ટીમે વોચ ગોઠવી હતી. જેમાં અમદાવાદ એસપી રિંગરોડ નાના ચિલોડા સર્કલ પાસેથી કૈલાશ ઉદયરામ લબાનાને બસમાંથી ઉતારી તપાસ કરતા તેની પાસેથી 9 કિલો ૨૫૧ગ્રામ ચરસ (કિંમત રૂ 1,38,76500 કરોડ ) નો જથ્થો મળી આવ્યો હતો.

કાશ્મીરના અશરફ પાસેથી ચરસ ખરીદ કર્યુ હતું

બંને આરોપીઓની પુછપરછમાં તેમણે કબુલાત કરી હતી કે, આ ચરસનો જથ્થો કાશ્મીરના અશરફ નામની વ્યકિત પાસેથી ખરીદી રોડ માર્ગે લાવી રાજસ્થાનમાં મુકી રાખ્યો હતો અને ત્યાંથી ડીલીવરી કરવાનું શરૂ કર્યું હતું.
ચરસની ડીલીવરી માટે એક ટ્રીપના 30 હજાર મળતા હતા
ચરસના જથ્થા સાથે ઝડપાયેલા બંને આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે તેમને એક ટ્રીપમાં ચરસની ડીલીવરી કરવા માટે રૂા. 30 હજાર આપવામાં આવતા હતા. ક્રાઈમ બ્રાંન્ચે આરોપીઓ અત્યારસુધીમાં કેટલી વખત ચરસની ડીલીવરી કરી ચુકયા છે અને કોને સપ્લાય કરતા હતા તેની તપાસ હાથ ધરી છે.

દુધનો ધંધો કરતા કૈલાશને શાઈનાએ ચરસના ધંધા માટે કહ્યું હતું

શાયના છીપા અને કૈલાશ ચીકરડા ગામના વતની છે. કૈલાશ દુધનો ધંધો કરતો હતો અને 130 કિમી સુઘી તે દુધ સપ્લાય કરી સારી એવી કમાણી કરતો હતો. દરમિયાન શાયનાએ તેને ચરસના ધંધામાં સારી કમાણી થશે તેમ કહી ચરસની ડીલીવરી કરવા માટે તૈયાર કર્યો હતો.


Share

Related posts

છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારનાં કુંવરપુરા ગામની સીમમાંથી આયસર ટેમ્પામાં ભરી લઇ જવાતા વિદેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ProudOfGujarat

નેત્રંગ : કેલ્વીકુવા ગામે મારૂતિ કાર ખાડીમાં ઉતરતા અકસ્માતની ઘટના બની.

ProudOfGujarat

નડિયાદ : કપડવંજમાં એક જ સોસાયટીના બે મકાનોમાં તસ્કરો ચોરીને અંજામ આપી થયા ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!