સૌજન્ય/ગાંધીનગર: કરાઈ ડેમમાં બુધવારે અમદાવાદથી ગણેશ વિસર્જન કરવા ગયેલા 4 યુવક પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેમાંથી 1 યુવકને બચાવી લેવાયો હતો. જ્યારે 3 યુવાનો ગરકાવ થઇ ગયા હતા. ચાંદલોડિયાનાં એક યુવાનનો મૃતદેહ સાંજે મળી આવ્યો હતો.
બુધવારે બપોરે 3 વાગ્યાનાં અરસામાં અમદાવાદનાં 4 યુવક ઊંડા પાણીમાં જતાં ડૂબવા લાગ્યા હતા. જેમાંથી એકને બચાવી લેવાયો હતો. ફાયર બ્રિગેડનાં સૂત્રોનાં જણાવ્યાનુંસાર અમદાવાદનાં 4 યુવક પાણીની ભમરીમાં ફસાતા ફાયર રેસ્ક્યૂ ટીમને જાણ થતાં બચાવ માટે કૂદી હતી. જેમાંથી એક યુવકને બેભાન હાલતમાં બહાર કાઢીને સારવારમાં મોકલી દેવાયો હતો. જ્યારે શોધખોળનાં આકાશ તિલકરાય ગૌતમ (ઉ.વ.22) નામના ચાંદલોડિયાનાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે હજુ બે યુવાનો પાણીમાં ગરકાવ છે. આ બંને યુવાનની ઓળખ થઇ
શકી નહોતી.
મંગળવારે વસ્ત્રાલનો યુવાન ડૂબી ગયો હતો
વસ્ત્રાલમાં શાશ્વત વિનાયકમાં રહેતો 26 વર્ષીય શૈલૈષ રમેશભાઇ રાજપૂત ભાટ પાસે અન્ય લોકો સાથે સોમવારે ગણેશ વિસર્જન કરવા ગયો હતો ત્યારે પાણીમાં ડૂબી ગયો હતો. ફાયર બ્રિગે઼ડના જવાનોએ ભારે શોધખોળ કરી મંગળવારે તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો…