સૌજન્ય-અમદાવાદઃ રાજ્યની જનતાને આરોગ્ય ક્ષેત્રે સુવિધા મળી રહે તે હેતુથી 17 ફ્લોરની 582 કરોડના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ હોસ્પિટલનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આજે આ કામગીરીનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિરિક્ષણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા રાજ્ય સરકારના સહયોગથી બની રહેલું આ અદ્યતન આરોગ્ય ધામ રાજ્ય અને અમદાવાદની જનતાને સમર્પિત થવાનું છે. તેમજ આગામી જાન્યુઆરી 2019માં આ સંપૂર્ણ સુવિધા સજ્જ હોસ્પિટલ કાર્યરત થઇ જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું લોકાર્પણ કરશે.
1500 બેડની ક્ષમતા, 139, ICU બેડ્સ 32 ઓપરેશન થિયેટર
મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંર્તગત 582 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલી આ હોસ્પિટલ અમદાવાદની સૌથી ઊંચી હોસ્પિટલ છે. તેમાં કુલ 17 માળ અને હેલિપેડ સાથે બની રહી છે.
અહીં સ્ટેટ ઓફ ધી આર્ટ ફેસેલિટીઝ ઉપરાંત 1500 બેડની ક્ષમતા, 139, ICU બેડ્સ 32 ઓપરેશન થિયેટર, ન્યૂમેટિક ટ્યૂબ દ્વારા બ્લડ સેમ્પલ રિપોર્ટ અને દવાઓની હેરફેર તેમજ અતિ આધુનિક તબીબી સારવાર મળશે.
સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાઇન્સ એન્ડ રિસર્ચની ખાસિયતો
– એએમસીએ 1 લાખ 10 હજાર ચોરસ મીટરમાં એટલે કે 18 ફૂટબોલ ગ્રાઉન્ડ બની શકે તેટલા – વિસ્તારમાં આ હોસ્પિટલ બનાવવામાં આવી છે.
– એર એમ્બ્યુલન્સ માટે હેલિપેડની સુવિધા ધરાવતી ગુજરાતની પહેલી સરકારી હોસ્પિટલ
– મેડિકલ,ફિઝીયોથેરાપી અને નર્સિંગ હોસ્પિટલ
-બોયઝ અને ગર્લ્સ હોસ્પિટલની સુવિધા
– દરેક પ્રકારના ઓપરેશન નજીવા દરે