અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ચતુર્થીની ધુમધામથી ઉજવણી ચાલી રહી છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને હાલ ઈકો ફ્રેન્ડલી મુર્તિઓનું ટ્રેન્ડ વધ્યુ છે. ભક્તો સિક્કા અને હીરોમોતી જડીને મુર્તિઓ બનાવતા હોય છે. તો કેટલાક ભક્તો માટીની ઈકો ફ્રેન્ડલી મુર્તિ બનાવે છે. અમદાવાદમાં ચોકલેટનો બિઝનેસ કરતી મહિલાએ સર્જન પહેલા વિસર્જનનું ધ્યાન રાખીને 35 કિલોના ચોકલેટના ગણપતિ બનાવ્યા છે.
1500થી લઈને 20000 સુધીની મુર્તિઓ
શિલ્પાબેન ભટ્ટને ચોકલેટનો બિઝનેસ હોવાથી ચોકલેટના ગણપતિ બનાવવાનો વિચાર આવ્યો હતો. ગત વર્ષે તેમને ચોકલેટના ગણપતિ બનાવવાનું શરૂ કર્યું હતું. આ વર્ષે લોકોએ ઈકો ફ્રેન્ડલી ચોકલેટના ગણપતિના બનાવવા માટે ઓર્ડર્સ આપ્યા. 1500રૂ. થી લઈને 20000 સુધીની ચોકલેટની મુર્તિઓ તૈયાર કરાઈ હતી.
દુધથી વિસર્જન કરીને શેક પ્રસાદરૂપે વહેંચાશે
પીઓપીના ગણપતિથી પર્યાવરણને ભારે નુકસાન પહોંચે છે, જેથી ચોકલેટના ગણપતિ બનાવ્યા હતા. કુકિંગ ચોકલેટ અને કોર્ન સિરપના મિશ્રણથી ચોકલેટના ગણપતિ તૈયાર કરાયા. દુધથી વિસર્જન કરીને જે શેક બનશે તેને ગરીબોમાં પ્રસાદરૂપે વહેંચાશે…સૌજન્ય