અમદાવાદ: હાર્દિક પટેલના ઉપવાસના 14માં દિવસે તબિયત લથડી જતાં તેને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. જો કે ચાલું ટ્રિટમેન્ટમાં હાર્દિકને જાનનું જોખમ લાગતા અને સરકારી હોસ્પિટલની ટ્રિટમેન્ટમાં વિશ્વાસ ન બેસતા તેને એમ્બ્યુલસ દ્વારા SGVP હોસ્પિટલ લવાયો. PAASનેતા નિખિલ સવાણીના કહેવા મુજબ હાર્દિકની જાનને સોલા સિવિલમાં જોખમ હતું એટલે SGVP હોસ્પિટલમાં લવાયો છે.
હાલમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ICU રૂમમાં ટ્રિટમેન્ટ ચાલી રહી છે. SGVPના ડૉક્ટરોએ સૌ પ્રથમ સોનોગ્રાફી કરી લિવર અને કીડની ફંક્શન ટેસ્ટ કર્યા હતા.
નિખિલ સવાણીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અગાઉ ઘણા મોટા નેતાઓને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેના મૃત્યું થયા હતા. આ ઘટના હાર્દિક સાથે ન થાય તે માટે અમે SGVPમાં લાવ્યા છીએ. આ ઉપરાંત હાર્દિક માત્ર 24 વર્ષનો જ છે અને સમાજને તેની જરૂર છે સરકાર પર અમને ભરોશો નથી.
તેને સોલા સિવિલના 6ઠ્ઠા માળે આવેલા MICU (મેડિકલ ઇન્ટેન્સિવ કેર યુનિટ- તાત્કાલિક સઘન સારવાર એકમ)માં સારવાર થતી હતી. હાર્દિકની તબિયત આવનાર 24 કલાકમાં સામાન્ય થઇ જશે તેવો સુપ્રિડેન્ટ ડૉક્ટરનો દાવો કર્યો હતો. જો કે સોલા સિવિલમાં હાર્દિકના તમામ ટેસ્ટ નોર્મલ આવ્યા હતા.
હાર્દિકને શ્વાસ લેવામાં તકલીફ પડતા સોલા સિવિલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેણે ટ્વિટ કરીને તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હોવાનું જણાવ્યું હતું. ‘અનિશ્ચિત કાળના ઉપવાસ આંદોલનના 14માં દિવસે મારી તબિયત બગડતા મને અમદાવાદની સોલા સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હાલ મને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને કિડનીને નુકસાન થયુ હોવાનું જાણવા મળ્યું છે. હજુ સુધી બીજેપી ખેડૂતો અને પાટીદાર સમાજની માંગ પુરી કરવા માટે તૈયાર નથી’..સૌજન્ય