અમદાવાદ: પતિ અને સાસરિયાઓએ મૃત દીકરાના હાર્ટ ડોનેટ કરવા ના પાડી છતાં માતાએ દીકરાનું હાર્ટ ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો. ગ્રીન કોરિડોરમાં 14 મિનિટમાં સિવિલથી દીકરાનું હાર્ટ સિમ્સ હોસ્પિટલમાં પહોંચાડાયું હતું. 15 દિવસ સુધી હાર્ટ વેન્ટિલેશન પર રાખવાની ઈચ્છા પતિએ દર્શાવી હતી. પત્નીએ પોતે તબીબ પરિવારની હોવાથી દીકરાનું મૃત્યુ થયું છે એટલે તેનું હાર્ટ તાત્કાલિક ધોરણે ડોનેટ કરવા કહ્યું હતું. ભૂકંપ સમયે ગર્ભવતી માતા ફ્લેટમાંથી ઉતરતા જન્મેલા શિશુના હૃદયમાં ત્રણ કાણાં હોવાથી 15 દિવસમાં મૃત્યુ પામ્યો હતો.
હાર્ટ વેન્ટિલેશન પર રાખવા પતિની ઈચ્છા હતી
મૂળ ઉત્તરપ્રદેશના પરંતુ હાલ અમદાવાદમાં સ્થાયી થયેલા વંદનાબહેન માથુરે જણાવ્યું હતું કે, ‘ગત રવિવારે હાફ ડે હોઇ મારી બંગડીની દુકાનેથી 4 વાગે ઘરે આવી. દરવાજો મારા 15 વર્ષીય દીકરા અસંક્ય માથુરે જ ખોલેલો તે મારા હાથમાંથી મોબાઇલ આંચકી એના રૂમમાં જઇ ગેમ રમવા લાગ્યો હતો કે તેણે બૂમ પાડી મમ્મી માથુ ફાટી રહ્યું છે હું ઉપર ગઇ તેણે લોહીની ઉલ્ટી કરી મે તરત મારા ડોક્ટર ભાઇને ફોન કર્યો હતો. તેને ગ્લુકોઝનું પાણી પીવડાવવા ગઇ ત્યાં તેનું શરીર ઠંડુ પડી ગયું. તરત રિક્ષામાં હોસ્પિટલ લઇ ગયા ત્યાં ડોક્ટરો અનેક પ્રયાસ કરી રહ્યા હતા.
ડોક્ટરોના અનુસાર અસંખ્ય રિસ્પોન્સ કરતો નહોતો. જોકે પરિવાર તેને હજુ 15 દિવસ વેન્ટીલેટર પર રાખવાનું કહેતા હતા. હું ડોક્ટર પરિવારથી છુંં એટલે મે નક્કી કર્યું કે દીકરાના અંગો દાન કરી તેને બીજાના શરીરમાં જીવતો રાખીશ. પતિ તથા સાસરિયાએ ના પાડી હતી. ભૂકંપ સમયે હું પ્રેગ્નેન્ટ હતી. મારી ચાર વર્ષની દીકરીને લઇને હું ફ્લેટમાંથી નીચે ઉતરી રહી હતી જેમાં એક સમસ્યા સર્જાતા મારો જન્મેલ દીકરાના હૃદયમા 3 કાંણા હતા અને બ્રેઇનમાં પ્રોબ્લેમ હોઇ તેને 15 દિવસ બાદ મૃત્યુ પામ્યો હતો. મારી સામે ફરી એ જ સ્થિતિ ઊભી થઈ હતી.’
2 કિડની, 1 લિવર, આંખોનું પણ દાન
અસંખ્યની 2 કિડની અને 1 લિવર અસારવાની સિવિલ હોસ્પિટલની કિડની હોસ્પિટલમાં, 2 આંખો સિવિલની આંખની હોસ્પિટલમાં તથા હૃદય સિમ્સ હોસ્પિટલમાં લીલાધર વ્યાસને દાન કરાયું. અસંખ્ય ખેલ મહાકુંભમાં ક્રિકેટ રમી ચુક્યો હતો. આ વર્ષે કબડ્ડી માટે પણ સિલેક્ટ થયો હતો. તે સારો ક્રિકેટર, પણ હતો. દિકરાએ લોહીની ઉલટી કરતા માતાએ 108 બોલાવી તેને આવતા વાર થતા માતાએ પ્રાઇવેટ રિક્ષા કરી તેને હોસ્પિટલ લઇ ગઇ હતી….સૌજન્ય D B