Proud of Gujarat
GujaratFeaturedINDIA

15મી સપટેમ્બર સુધીમાં ચોમાસું વિદાય લે તેવી શક્યતા, બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય નથી…

Share

 
અમદાવાદ: આઠ વર્ષ બાદ રાજ્યમાં સિઝનનો સૌથી ઓછો 467.6 મીમી વરસાદ પડ્યો છે. જેને પગલે રાજ્યમાં ચોમાસાની સિઝન દરમિયાન 20 ટકા અને અમદાવાદમાં 49 ટકા વરસાદની ઘટ છે. જ્યારેે આ અગાઉ વર્ષ 2009માં 649.4 મીમી અને 2012માં રાજ્યમાં 652 મીમી ઓછો વરસાદ પડ્યો હતો. જયારે આગામી દિવસો દરમિયાન રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા તો કયાંક હળવો વરસાદ પડી શકે છે. હાલમાં વરસાદ લાવે તેવી કોઇ લો-પ્રેશરની સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી 15 સપ્ટેમ્બર બાદ ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે.

રાજ્યમાં વરસાદ ખેંચી લાવે તેવી કોઈ સિસ્ટમ હાલમાં સક્રિય નથી, હળવાં ઝાપટાંની સંભાવના
હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલે જણાવ્યું હતું કે, વરસાદ માટે બંગાળની ખાડીમાં લો-પ્રેશરની સિસ્ટમ હોવી આવશ્યક છે, હાલમાં ગુજરાતમાં વરસાદ ખેંચી લાવે તેવી કોઇ સિસ્ટમ સક્રિય નથી. રાજ્યમાં વરસાદી ઝાપટા કે હળવો વરસાદ પડી શકે છે પરંતુ, ભારે વરસાદની શક્યતા નહિવત છે… Courtesy DB

Advertisement

Share

Related posts

વાંકલ : માંગરોળ તાલુકાના વેલાછા ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ પાસે બિલોદરા જિલ્લા જેલમાં શુક્રવાર રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરાયું.

ProudOfGujarat

નેત્રંગ ખાતેથી લાખોની મત્તાનો શ્રાવણિયો જુગાર રમતા નવ જુગારિયા ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!