FILE PIC સૌજન્ય-અમદાવાદઃ ઉનાળામાં સરદાર ડેમમાં પાણીનું સ્તર 104 મીટર સુધી નીચે ઉતરી ગયું હતું. પણ અત્યારે 122 મીટર પાણી છે. નર્મદા નદીના કેચમેન્ટ વિસ્તારમાં થયેલા વરસાદ અને મધ્યપ્રદેશથી આવતા પાણીને કારણે પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. ચોમાસુંં પૂરું થવા આડે હજુ 14 દિવસ બાકી છે. કેચમેન્ટ વિસ્તારમાં આ દરમિયાન 5 થી 6 ઇંચ સુધી પણ વરસાદ થયો તો ડેમની સપાટી 125 મીટરની ઉપર પણ પહોંચી શકે છે. ડેમની મહત્તમ સપાટી 138 મીટર છે.
રિવરબેડ પાવર હાઉસ બંધ થતાં 200 કરોડ રૂપિયાનું નુકસાન
રિવરબેડ પાવર હાઉસ ડેમમાં પાણીના અભાવે એક વર્ષથી બંધ છે. રિવર બેડ પાવર હાઉસનો 100 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે. એક યુનિટનો ભાવ રૂપિયા 2 છે.
પાણીનું ગણિત
– ગુજરાતમાં પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ 135 લિટર પાણીની જરૂરિયાત છે, અને હાલમાં આપણી પાસે અત્યારે 232 લિટર પાણી છે
ગુજરાતમાં દૈનિક 30 લાખ કરોડ લિટર પાણીનો વપરાશ થાય છે
– શહેરોમાં પ્રતિ દિવસ પ્રતિ વ્યક્તિ 145 લિટર, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રતિ દિવસ પ્રતિ વ્યક્તિ 100 લિટર. 135 લિટર પાણી પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ જોઇએ.
– ગુજરાતની વસ્તી છે લગભગ 6.5 કરોડ. 75 ટકા વસ્તી એટલે કે 5 કરોડ લોકો નર્મદાના સહારે છે. 135 લિટરના હિસાબે પ્રતિદિવસ પાણીની જરૂરત પડે 675 કરોડ લિટર
– આખા વર્ષ માટે જરૂરત પડે 2.46 લાખ કરોડ લિટર. અત્યારે ડેમમાં 5296 MCM એટલે કે 5.29 લાખ કરોડ લિટર પાણી છે.
– વર્ષમાં શરેરાશ 15 ટકા પાણી બાષ્પીભવનના કારણે ઉડી જાય છે એ મુજબ જોતાં આગામી ચોમાસું એટલે કે 15 જૂન સુધી એમાં 4.25 લાખ કરોડ લિટર પાણી હશે એટલે કે 1.76 લાખ કરોડ લિટર વધારે.
લાઇવ સ્ટોરેજ કેપેસિટી 5.84 લાખ કરોડ છે જેની સામે અત્યારે 1.59 લાખ કરોડ છે
વાપરી શકાય એવો પાણીનો જથ્થો ગણીએ તો 1597 MCM છે એટલે કે 1.59 લાખ કરોડ લિટર છે. બાકીનું પાણી ડેડ વોટર છે.
પાણી પર ગુજરાતના સૌથી સારા અને મોટા સમાચારને આ રીતે સમજીએ
– નર્મદા બેઝિનમાં સારા વરસાદને લીધે સરદાર સરોવર 56% સુધી ભરાઈ ગયો છે. રાજ્યના બીજા ડેમોમાં પણ 50% થી વધુ પાણી છે
આ સમાચાર સુખદ એટલે છે કે કારણ કે ઉનાળામાં જળસ્તર 104 મીટર સુધી ગયું હતું. તરસ છીપાવવા ડેડ સ્ટોકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્થિતિ એવી વિકટ હતી કે કેનાલમાં પાણી સપ્લાય રોકી દેવાયું હતું. નર્મદા સિવાય રાજ્યના 203 ડેમોમાંથી 55માં 70%થી વધુ પાણી છે. નર્મદા પરના મધ્યપ્રદેશના ડેમ ભરાઇ ચૂક્યા છે એટલે પાણી છોડાતાં સરદાર સરોવરમાં પણ આવક વધશે. 15 સપ્ટેમ્બર સુધી ડેમની આ સપાટી 125થી 127 મીટર થઇ શકે છે.