અમદાવાદ: દેશના પહેલા હેરિટેજ શહેર અમદાવાદના 155 વર્ષ જૂના રેલવે સ્ટેશનને હેરિટેજ લુક આપવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ સહિત દેશના 90 રેલવે સ્ટેશન્સને આધુનિક લુક આપવાના રેલવે બોર્ડના આદેશ બાદ અમદાવાદ ડિવિઝનના અધિકારીઓ દ્વારા સ્ટેશન પર પેસેન્જર સુવિધા વધારવાની સાથે આધુનિક લુક આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં કાલુપુર તરફના એરિયાને હેરિટેજ લુક તેમજ સરસપુર તરફ રેલવે સ્ટેશનની સાથે બુલેટ ટ્રેન અને મેટ્રો ટ્રેન પણ આવતી હોવાથી તેને આધુનિક લુક આપવામાં આવશે. કાલુપુર તરફની આ કામગીરી ચાલુ વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરાશે..સૌજન્ય DB
Advertisement