અમદાવાદઃ પાટીદારોને અનામત અપાવવા મામલે હાર્દિક પટેલ 25 ઓગસ્ટ એટલે કે આજે બપોર થી આમરણાંત ઉપવાસ કરવા જઈ રહ્યો છે. જો કે આ ઉપવાસ આંદોલન માટે પોલીસે કોઈ પણ સ્થળની મંજુરી આપી નથી. પરંતુ હાર્દિક મક્કમ મને મંજુરી મળે કે ન મળે ઉપવાસ તો કરશે. અત્યારથી જ હાર્દિકના નિવાસ સ્થાને પાટીદારોએ ધામા નાખી દીધા છે. હાલમાં સમગ્ર રાજ્યભરમાં સલામતિ અને શાંતિ જળવાય રહે તે માટે તમામ જિલ્લાઓમાં પોલીસ સતર્ક કરાઈ છે. આ સાથે અમુક જિલ્લાઓમાં 144 લાગું કરી દેવાઈ છે. અમદાવાદ શહેરના પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં એસઆરપી અને પોલીસ ફોર્જ ઉતારી દેવામાં આવી છે…
ઉપવાસ ના કારણે પોલીસ વિભાગ અને સાયબર સેલ ની બાજ નજર રહેશે….
ઉપવાસ ના કારણે કોઈ અફવા કે કોઈ ખોટા મેસેજ લોકો વચ્ચે ન પહોંચે અને રાજ્ય માં અનિચ્છનીય ઘટના ન ઘટે તેવી બાબતો ને લઇ પોલીસ વિભાગ ના સાયબર ક્રાઇમ વિભાગ એક્ટિવ થયું હોવાનું જાણવા મળ્યું છે
…
હાર્દિક ના ઉપવાસ ને કોંગ્રેસ ના ધારાસભ્યો નો ટેકો..!!
આજે બપોરે થી હાર્દિક ઉપવાસ ઉપર ઉતરશે ત્યારે કોંગ્રેસ ના પાટીદાર ધારાસભ્યો હાર્દિક ના સમર્થન માં ઉતર્યા હતા અને તેના આરપાર ના ઉપવાસ આંદોલન ને સમર્થન આપી રાજકીય ગરમાવો પણ લાવશે……