Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાર્દિકની ઘરેથી ઉપવાસ કરવાની તૈયારીઓ, અમદાવાદમાં ધારા 144 લાગુ, 4થી વધુ લોકો ભેગા નહીં થઈ શકે ….

Share

અમદાવાદ: આગામી 25 ઓગસ્ટના રોજ પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ કરવા માટે અમદાવાદના નિકોલની ગ્રાઉન્ડ મંજૂરી સમક્ષ માંગી હતી. પરંતુ પોલીસે મંજૂરી ન આપતા હાર્દિક પટેલે ઉપવાસનું સ્થળ બદલીને અમદાવાદને બદલે ગાંધીનગરના સેક્ટર-6માં આવેલા સત્યાગ્રહ છાવણીની મંજૂરી માંગી છે. જો તેને મંજૂરી નહીં આપવામાં આવે તો તે વૈષ્ણોદેવી વિસ્તારમાં આવેલા પોતાના ઘર ‘છત્રપતિ નિવાસ’ નિવાસસ્થાને ઉપવાસ કરવાની તૈયારીઓ શરૂ કરી છે. આ વચ્ચે શહેર પોલીસ કમિશનરે અમદાવાદમાં 60 દિવસ માટે ધારા 144 લાગુ કરી છે. આમ ૪ વ્યક્તિથી વધુ લોકો ભેગા થઈ શકશે નહીં. જો ચારથી વધુ લોકો એકઠા થશે તો તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા હાર્દિક પટેલે અમદાવાદના નિકોલમાં ઉપવાસની મંજૂરી ન મળે તો પણ કોઈપણ ભોગે આ જ સ્થળે આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી આપી હતી.

Advertisement

પોલીસ રિપોર્ટના આધારે નિર્ણય લેવાશેઃ કલેક્ટર

ગાંધીનગર પાસના કન્વીનર ઉત્પલ પટેલે હાર્દિક પટેલના ઉપવાસ માટે કલેક્ટર પાસે મંજૂરી માંગી છે, અને જો કલેક્ટર દ્વારા મંજૂરી આપવામાં નહીં આવે તો રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. આ દરમિયાન ગાંધીનગર કલેક્ટર એસ.કે. લાંગાએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલને ગાંધીનગરમાં ઉપવાસ માટે મંજૂરી આપવી કે નહીં, તે બાબતે પોલીસ રિપોર્ટના આધારે નિર્ણય લેવામાં આવશે.

અમદાવાદ પોલીસ અને મ્યુ.કમિશનર સમક્ષ પણ કરી હતી રજૂઆત

આ પહેલા તેણે આમરણાંત ઉપવાસના માટે નિકોલમાં આવેલા પ્લોટની મંજૂરી માટે અમદાવાદના મ્યુનિસિપલ અને પોલીસ કમિશનર સાથે રૂબરૂ મળીને આ અંગે રજૂઆત કરી હતી. જોકે આમ છતાં તેને કોઈપણ ગ્રાઉન્ડની મંજૂરી આપવામાં આવી નહોતી.

AMCએ નિકોલ મેદાનને પાર્કિંગ પ્લોટ બનાવી દીધો

અમદાવાદના નિકોલમાં હાર્દિક પટેલ આગામી 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર બેસવાનો છે. આ અગાઉ હાર્દિકે કોર્પોરેશનના પ્લોટની ફાળવણી અંગે અરજી કરી હતી. જેમાં નિકોલના મેદાનની માંગ કરી હતી. પરંતુ કોર્પોરેશને તેને પાર્કિંગ પ્લોટ જાહેર કરી દીધો હતો. ત્યારે હાર્દિકે ઉપવાસ માટે અન્ય પ્લોટ મેળવવા અને મંજૂરી માટે અમદાવાદના મેયરને પાસ દ્વારા અરજી કરવામાં આવી હતી.

50 દિવસ અગાઉ કરી હતી અરજી

હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ આંદોલનની જાહેરાત બાદ 50થી પણ વધુ દિવસ પહેલા કોર્પોરેશનના પ્લોટની ફાળવણી અંગે અરજી કરવામાં આવી હતી, પરંતુ તે ફાળવવામાં આવ્યો ન હતો.


Share

Related posts

શહેરા: શિવસેનાએ પાનમ પાટીયા ટોલનાકા ખાતે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની કરી ઉજવણી

ProudOfGujarat

વાગરાનાં બજારમાં માસ્ક વગર નીકળતા લોકો, જાણે કોરોનાનો ખતરો ટળી ગયો હોય.

ProudOfGujarat

ગોધરા વોર્ડ નંબર :- ૧ માં સાર્વજનિક વોટનો બહિષ્કાર :ગોધરાના ખાડીફળિયા વિસ્તારમાં રસ્તા મુદ્દે લોકસભાની ચૂંટણીમાં બહિષ્કાર કરવાની ચીમકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!