Proud of Gujarat
GujaratFeaturedINDIA

નીતિન પટેલને મોતની ધમકી આપનારા બે માલધારી યુવકોની ધરપકડ

Share

મહેસાણામાં રાજુ રબારી નામના શખ્સની હત્યા થતાં આ બંને યુવકો દુઃખી હતા, જેથી નિતીન પટેલને ધમકી આપતો વીડિયો બનાવ્યો.

અમદાવાદ તા. ૧૩ : નાયબ મુખ્યમંત્રી  નીતિન પટેલને મોતની ધમકી આપનારા બે માલધારી યુવકોની કચ્છ LCB (લોકલ ક્રાઈમ બ્રાંચ)એ રવિવારે ધરપકડ કરી છે. ધમકી આપનારા યુવકોની ઓળખ સારંગ રબારી અને રાણા રબારી તરીકે થઈ છે. બંને મેઘાપર ગામના છે. મહેસાણામાં રાજુ રબારી નામના શખ્સની હત્યા થતાં આ બંને યુવકો દુઃખી હતા, જેથી તેમણે  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ધમકી આપતો વીડિયો બનાવ્યો. વીડિયોમાં કહ્યું કે, નીતિન પટેલ કચ્છમાં પ્રવેશ કરશે તો જાનથી મારી નાખવામાં આવશે અને ૨૦૧૯ની ચૂંટણીમાં સરકારને પરિણામ ભોગવવું પડશે.

Advertisement

પોલીસ ઈન્સપેકટર જે.એમ.આલે કહ્યું કે, ‘આરોપીઓએ કબૂલ્યું છે કે, કુરબાઈ ગામમાં વીડિયો કનિદૈ લાકિઅ રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને બાદમાં બે વ્હોટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવ્યો હતો. આરોપીઓ સામે ત્ભ્ઘ્દ્ગક કલમ ૧૫૩ (ર્ી), ૫૦૬(૨), ૫૦૪ અને ૧૧૪ હેઠળ માનકુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.’ આ વીડિયો વડવાલા ડિજિટલ્સની યૂ-ટ્યૂબ ચેનલ પર પણ અપલોડ કરાયો હતો. પોલીસ વીડિયો અપલોડ કરનાર શખ્સને શોધી રહી છે.

માલધારીઓ તેમના સમાજના રાજુ રબારી માટે સરકાર પાસે ન્યાય માગી રહ્યા છે. રાજુ રબારીની હત્યા ૨૫ જુલાઈએ મહેસાણા જિલ્લાના રાજપુર ગામે થઈ હતી. શુક્રવારે રાજપુરથી માલધારી સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઈને મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલા નંદાસણ સુધી રેલી યોજી કેસના મુખ્ય આરોપીને પકડવા માગ કરી હતી. રેલી હિંસક બનતા સ્થિતિને નિયંત્રણમાં લેવા પોલીસને ટીયર ગેસના શેલ છોડવાની ફરજ પડી હતી. પોલીસે ૭૩ લોકોની અટકાયત કરી હતી. જયારથી રાજુ રબારીની હત્યા થઈ છે ત્યારથી રાજપુર અને આસપાસના વિસ્તારોમાં અશાંતિનો માહોલ છે. માલધારીઓનો દાવો છે કે, રાજુ રબારી ગૌ રક્ષક હતો અને તેને ગૌ હત્યા કરતાં કેટલાક શખ્સોએ મારી નાખ્યો છે. જો કે, DySP મંજિતા વણઝારાએ કહ્યું કે, રાજુ રબારીની હત્યાને ગૌ રક્ષા સાથે કોઈ સંબંધ નથી.

( સૌજન્ય : અકિલા )


Share

Related posts

आमिर खान ने लॉन्च की मंजीत हिरानी की किताब ‘हाऊ टू बी ह्यूमन’!

ProudOfGujarat

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે નવા વધુ ૫૦ જેટલા સ્ટ્રેચરની સુવિધા ઉપલબ્ધ કરાઇ

ProudOfGujarat

ચાઇલ્ડ પોર્નોગ્રાફી લગતી ટીપલાઇન પરથી એક આરોપીને ઝડપી પાડતી વડોદરા શહેર સાયબર ક્રાઇમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!