Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિજ્ઞાન જાથાના રાજ્ય ચેરમેઁન જયંત પંડ્યાની કામગીરી અભિનંદનને પાત્ર

Share

 

અમદાવાદમાં અદ્રશ્‍ય શક્‍તિથી સાડીમાં કાણા પડવાની ઘડનાનો થયો પર્દાફાશ વિજ્ઞાન જાથાની ટીમે પ્રકરણ ખુલ્લુ કર્યુ : જેઠાણી અને વહુનું કારસ્‍તાન બહાર આવ્‍યુ

Advertisement

(કાર્તિક બાવીશી )તા. ૧૪ : અમદાવાદના બાપુનગર વિસ્‍તારમાં પંચાલ પરિવારના ઘરમાં અદ્રશ્‍ય શક્‍તિ દ્વારા ૩૦૦ જેટલી કિંમતી સાડીઓમાં કાણા પડવાની ઘટના બનતા ભારે કૌતુક સર્જાયુ હતુ. દરમિયાન વર્ષાબેન પંચાલે બે નાના સંતાનો સાથે જાથા સમક્ષ આપવીતી વર્ણવતા જાથાની ટીમે સમગ્ર ઓપરેશન હાથ ઉપર લીધુ હતુ. રાજયના માજીમંત્રીની ઉપસ્‍થિતીમાં સમગ્ર ઘટનાનું વિશ્‍લેષણ શરૂ કર્યુ હતુ. ઘરના મોભી શંકરભાઇ પંચાલની પુછપરછ આદરી હતી. જેમાં જેઠાણી અને વહુની મેલી મુરાદ બહાર આવેલ. ગીતાબેન પંચાલ અને અંકિતાબેન પંચાલ દોષિત જણાઇ આવ્‍યા હતા. જો કે ઘરનો મામલો ઘરમેળે સંભાળી લેવા માફી પત્ર લખી આપતા ફરીયાદ કરવાનું ટાળવામાં આવ્‍યુ હુત. આમ અદ્રશ્‍ય શક્‍તિ સાડીમાં કાણા પાડી જતી હોવાની વાત નર્યુ તુત પૂરવાર થઇ હતી. તેમ જાથાના રાજયના ચેરમેન એડવોકેટ જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) ની યાદીમાં જણાવાયુ છે. જાથા હમેંશા સારી પ્રવુતિમાં આગળ રહ્યું છે જેમા જયંતભાઈનું યોગદાન અભિનંદનને પાત્ર છે


Share

Related posts

વડોદરાની તરન્નુમને 2013માં સ્પાઈનમાં ઈજા હતી આજે રાજ્યની યંગેસ્ટ ફૂટબોલ કોચ

ProudOfGujarat

ગુજરાતમાં કોરોનાથી સાજા થયેલ લોકોમાં મ્યુકરમાઈક્રોસીસ નામની બીમારી ફેલાઈ..!!! જાણો વધુ.

ProudOfGujarat

વિરમગામ ના સચાણા ગામ ખાતે શ્રી કેશર કુંભ કુટુંબ યાત્રા નું પુજન કરી ઉમકળાભેર સ્વાગત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!