સૌજન્ય/અમદાવાદ: મેટ્રોમોનિઅલ સાઇટ પર મળેલા યુવક સાથે પરણવાનું સપનું જોઇ રહેલી યુવતી પાસેથી ફ્રોડ યુુવક પૈસા પડાવી ગયો. ફરિયાદ અનુસાર, સીટીએમમાં રહેતી યુવતી આરતીની માતાએ લગ્ન માટે શાદી ડોટ કોમ પરથી પુત્રી માટે યુવકની પસંદગી કરી હતી. યુવકે પોતાનું નામ કૃણાલ અને પોતે લંડન રહેતો હોવાનું જણાવ્યું હતું. દરમિયાન વેબસાઈટના માધ્યમથી આરતી અને કૃણાલે વાતચીત શરૂ કરી હતી અને થોડા સમય બાદ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. કૃણાલે 10 ઓક્ટોબરે સવારે અારતીને ફોન કરી કહ્યું હતું કે, ‘હું લંડનથી દિલ્હી એરપોર્ટ પર આવ્યું છું. મને કસ્ટમે રોક્યો છે અને કસ્ટમ ડ્યૂટી ભરવા માટે મારીપાસે ઈન્ડિયન કરન્સી નથી.’ આ વાત થયા બાદ આરતીએ તેના ખાતામાં 76,200 રૂપિયા ટ્રાન્સફર કર્યાહતા. જે થોડા સમય બાદ પાછા માગતા તેને શંકા ગઈ હતી અને તેણે દિલ્હી એરપોર્ટ પર તપાસ કરાવતા કૃણાલ નામની કોઈ વ્યક્તિ લંડનથી ન આવી હોવાનું જાણવા મળ્યુંં. આથી તેણે રામોલ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.(પાત્રોનાં નામ બદલ્યા છે.)