સૌજન્ય/અમદાવાદ: ઇશરત જહાં કથિત એન્કાઉન્ટર કેસમાં નિવૃત્ત આઇપીએસ અધિકારી ડી.જી વણઝારા અને ડો. નરેન્દ્ર અમીન વિરુદ્ધ કાનૂની કાર્યવાહી ચલાવવા સીબીઆઇએ સરકારની મંજૂરી માંગી છે. 1 મહિનાની આ કાર્યવાહી માટે સીબીઆઇ દ્વારા કોર્ટમાં રિપોર્ટ કરાયો છે. જેની સુનાવણી 22 નવેમ્બરના રોજ રાખવાનો કોર્ટે નિર્દેશ કર્યો છે. સોમવારે સીબીઆઇ કોર્ટમાં ઇશરત જહાં એન્કાઉન્ટર કેસની સુનાવણી હાથ ધરાઇ હતી. ત્યારે આ કેસમાં સંડોવાયેલા નિવૃત્ત આઇપીએસ અધિકારી ડી.જી.વણજારા અને એન.કે.અમીન હાજર રહ્યા હતાં. સીબીઆઇ તરફે 4 પાનાની લેખિતમાં અરજી દ્વારા રજૂઆત કરેલી કે, વણજારા અને અમીન રાજ્ય સેવક હતા. અને તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી ચલાવવા માટે સીઆરપીસીની કલમ 197 મુજબ રાજ્ય સરકાર પાસે મંજૂરી માગી છે. આથી 1 મહિનાનો સમય આપવામાં આવે.
Advertisement