સૌજન્ય/અમદાવાદ: નવરાત્રી દરમિયાન પોલીસ અને ક્રાઈમ બ્રાંચના સંયુક્ત ઓપરેશનમાં મહિલાઓની છેડતી કરતાં કુલ 278 પુરુષો ઉપરાંત દારૂ પીધેલા 438 લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ટ્રેડિશનલ ડ્રેસમાં ડિકોય ગોઠવવામાં આવી હતી
નવરાત્રી દરમિયાન પોલીસ કર્મચારીઓ દ્વારા ટ્રેડિશનલ ડ્રેસમાં ડિકોય ગોઠવવામાં આવી હતી જેમાં કુલ 278 લોકોને ઝડપી તેમની વિરુદ્ધ છેડતીનો ગુનો દનખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. બીજી તરફ પોલીસ દ્વારા દારૂ અંગે પણ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 438 લોકોને દારૂ પીધેલી હાલતમાં પકડી તેમની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત નવરાત્રી દરમિયાન પોલીસ ટીમે સૈજપુર ટાવર પાસેથી બુલેટ પર પસાર થતા ત્રણ યુવાનોને રોકતા બે દારૂ પીધેલા જણાયા હતા. પોલીસે તપાસ કરતા સગીરે રડતા રડતા પોલીસને કહ્યું હતું કે મારી બર્થ ડે હોઈ આ મિત્રોએ દારૂની પાર્ટી માંગી અને હું પકડાઈ ગયો છું, મેં દારૂ પીધો નથી. જો કે પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી હતી.