સૌજન્ય/અમદાવાદ: સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 31 ઓગસ્ટે લોકાર્પણ થવાનું છે. આ સમારંભમાં પધારવા માટેનું આમંત્રણ આપવા ગુજરાતના મુખ્યમંત્રી સહિત નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળ દેશના જુદા જુદા રાજયોના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોને રૂબરૂ મળવા પહોંચ્યા છે. ત્યારે યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આઇડીઆ સૂઝયો છે. તેમણે પણ ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ભગવાન રામચંદ્રજીની પ્રતિમા નિર્માણ માટેની ઇચ્છા વ્યક્ત કરી છે. તેના ભાગરૂપે જ તેમણે સરદાર સાહેબની પ્રતિમાના આધાર પર ભગવાન રામચંદ્રજીની પ્રતિમા નિર્માણ માટેની સંભાવનાઓ ચકાસવા અને ટેકનીકલ સહયોગ માટે એક પ્રતિનિધિ મંડળ ગુજરાત મોકલવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવકારી છે.
સરદાર સાહેબની વિશ્વની વિરાતમ પ્રતિમના લોકાર્પણ સમારંભમાં ઉપસ્થિત રહેવા માટે વિધિવત આમંત્રણ પાઠવવા ગુજરાતનું મંત્રીમંડળ અલગ અલગ રાજયમાં પ્રવાસ કરી રહ્યાં છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી 15મી ઓક્ટોબરના રોજ ઉત્તરપ્રદેશના લખનઉંમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા. તેમણે સરદાર પટેલ સ્ટેચ્યુના લોકાર્પણ સમારંભમાં પધારવા માટે આમંત્રણ આપ્યું હતું. તેની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની તસ્વીર કોફી ટેબલ બુક તેમ જ ભારતના પ્રથમ મંત્રીમંડળની સમૂહ તસ્વીર ભેટ આપી હતી.