Proud of Gujarat
GujaratFeaturedINDIA

પોલીસ-પાટીદારો વચ્ચે ઘર્ષણ થતા બહાર ઊભેલી પોલીસ અંદર ગઈ હતી, PSIની જુબાની

Share

 

સૌજન્ય-અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સંદર્ભે પાટીદાર નેતા હાર્દિક પટેલના ઉપવાસ સ્થળ જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડમાં પાટીદારો પર પોલીસે કરેલા લાઠીચાર્જ મામલે કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન સોમવારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.એસ.આઈ. કે.એમ.રામાનુજે કોર્ટમાં જુબાની આપી હતી. પી.એસ.આઈ.રામાનુજે કોર્ટમાં જણાવ્યું હતું કે પાટીદાર આંદોલન સમયે જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડખાતે યોજાયેલી રેલીના અનુસંધાને રાજ્યના વિવિધ શહેરોમાંથી પોલીસ બોલાવવામાં આવી હતી તેમાં પોલીસ અને પાટીદારો વચ્ચે ઘર્ષણ થયું હતું ત્યારબાદ બેરીકેડની બહાર ઊભેલી પોલીસ અંદર ગઈ હતી. આ સમયે વસ્ત્રાપુરના તત્કાલીન પોલીસ ઈન્સ્પેક્ટર શેખ અને એડિશનલ પોલીસ કમિશનર રાજીવ રંજન ભગત સ્થળ પર હાજર હતા.
અત્રે નોંધનીય છે કે, પી.એસ.આઈ. રામાનુજને જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડ મામલે જુબાની આપવા માટે કોર્ટમાંથી સમન્સ આપવામાં આવ્યા હતા પરંતુ તેઓ ગમે તે કારણોસર હાજર થતા નહતા. દરમિયાન 17 મી મુદત પછી કોર્ટે વોરંટ કાઢતા પી.એસ.આઈ રામાનુજ સોમવારે કોર્ટ સમક્ષ હાજર થયા હતા. આ મામલે કોર્ટે વધુ સુનાવણી 19 મી નવેમ્બરે મુકર્રર કરી છે. દરમિયાન આ કેસના ફરિયાદી હરેશભાઈ મહેતાના વકીલે આ કેસમાં પાટીદાર નેતાઓ હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાને જુબાની માટે બોલાવવા માટે કોર્ટમાં અરજી કરી હતી..

Advertisement

Share

Related posts

ગુજરાત સાયન્સ સિટીમાં એપ ડેવલપર્સનો પ્રારંભ, ગૂગલના નિષ્ણાંતો એપ ડેવલપર્સને આપશે તાલીમ

ProudOfGujarat

વડોદરા જિલ્લા કલેકટર તરીકે ચાર્જ સંભાળતા એ.બી. ગોર.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના વાલિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!