જૂનાગઢ: અમદાવાદના 71 વર્ષિય વૃદ્ધ રવિવારે જૂનાગઢ આવી પહોંચ્યા હતા. સાયકલ છતાં હેલ્મેટ પહેરેલ હતું, સાયકલ પર તિરંગો હતો, પાછળ થેલો બાંધેલો હતો. અને આરામથી ભવનાથ તરફ વધી રહ્યા હતાં. સાઈકલ પર કંઈક લખ્યું હતું. સાયકલ પ્રવાસ અમદાવાદ થી સોમનાથ 450 કિલોમીટર. આ છે અમદાવાદમાં 1948 જન્મેલા બાબુભાઈ નરસિંહભાઈ પ્રજાપતિ, જેઓ રાજ્ય સરકારના નિવૃત વર્ગ – 2ના અધિકારી છે, અને છેલ્લા 10 વર્ષિથી નિવૃત જીવન વિતાવી રહ્યા છે.
તેઓના શોખ છે, પદયાત્રા સાયકલીંગ,ટ્રેકીંગ, સ્વીમીંગ અને વાંચન. તેઓએ અમદાવાદથી વિરમગામ 65 કિલોમીટર, 1993માં અમદાવાદથી જૂનાગઢ 317 કિલોમીટર પદયાત્રા 11 દિવસમાં પુરી કરી હતી. તેમજ 1995માં અમદાવાદથી મથુરા ગોકુલ 940 કિલોમીટર પદયાત્રા 34 દિવસમાં પુરી કરી હતી. તેઓએ અનેક સ્થળોએ ગુજરાત ઉપરાંત રાજ્ય બહાર ટ્રેકીંગ અને સાયકલીંગ પણ કર્યું છે. 71 વર્ષિય બાબુભાઈના સાઈકલ પ્રવાસનો હેતુ છે કે, અનુભવ કરવો અને આંનંદ મેળવવો, તંંદુરસ્ત રહેવું, સાયકલ વપરાશ વધે, પ્રેરણા મળે, પેટ્રોલનો વપરાશ ઘટે, પોલ્યુશન ઘટે, ગુજરાત રાજ્ય સરકારની નિતીઓને સમર્થન મળે. તેઓ અપેક્ષા માત્ર એટલી છે કે લોકો તેમને પ્રોત્સાહીત કરતા રહે અને સહકાર આપે.સૌજન્ય