અમદાવાદ: 31 મીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના અનાવરણના કાર્યક્રમમાં એસટી બસોની ફાળવણી કરવામાં આવે તો અનેક મુસાફરો રઝળી પડ તેમ છે. એસટીએે સરકાર પાસે હજુ 22 કરોડ લેણાં નીકળે છે ત્યારે હજારો બસો આવા કાર્યક્રમ માટે ન ફાળવવા રજૂઆત થઈ છે. સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવ દ્વારા મુખ્યમંત્રી સહિત અન્યો સમક્ષ કરેલી રજૂઆતમાં એવું જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા અવારનવાર સરકારી કાર્યક્રમ માટે એસટી બસોને ભાડે લેવામાં આવે છે. હજારો બસો ભાડે લેવામાં આવતી હોવાથી અનેક રૂટો બંધ કરવામાં આવે છે અથવા તો ફ્રીક્વન્સી ઘટાડવામાં આવે છે. આખરે તો મુસાફરોને જ મુશ્કેલી પડે છે. રૂટ બંધ કરાતા સામાન્ય નાગરિકોને ખાનગી વાહનોમાં ઊંચું ભાડું ચૂકવવું પડે છે. ખાનગી વાહનોમાં જોખમી મુસાફરી કરવી પડે છે. આમ તેમના અધિકાર પર તરાપ વાગે છે. જાહેર ટ્રાન્સપોર્ટની સુવિધા સામાન્ય નાગરિકો માટે હોય છે. સરકારી કાર્યક્રમો માટે નહીં.સૌજન્ય D.B