સૌજન્ય-અમદાવાદ: ગુરૂવારે નવલી નવરાત્રિની બીજી રાત્રિએ ખેલૈયાઓમાં ઉત્સાહ ભરપૂર હતો. શહેરમાં ઇસ્ટ હોય કે વેસ્ટ તમામ વિસ્તોરના ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ નીતનવા કોસ્ચ્યુમમાં જોવા મળ્યા હતા. રાત્રે ક્લબ, પાર્ટી પ્લોટ્સમાં ગરબાનો માહોલ ધીમે-ધીમે જામતો જોવા મળ્યો હતો. તો ગરબા પત્યા પછી મોડી રાત્રે ગરબા રમ્યા બાદ મોડી રાત્રે ખેલૈયાઓ ફૂડની શોધમાં જાણીતા રેસ્ટારાં અને કાફેમાં પોતાનો અડ્ડો જમાવતા જોવા મળ્યા હતા.
કેસરિયો રંગ તને…
શહેરમાં નવરાત્રિનો માહોલ રંગેચંગે જોવા મળ્યો હતો. ક્લબો, પાર્ટીપ્લોટ અને સોશાયટીમાં કેડીયા, ચણીયાચોળી જેવા પરંપરાગત પહેરવેશ સાથે જોવા મળેલા ખેલૈયાઓએ પરંપરાગત ગરબાઓ સાથે ત્રણ તાળી, દોઢીયા, રાસ અને હિંચના સ્ટેપ લીધા હતા. ક્લબો અને પાર્ટી પ્લોટમાં ગરબા ગ્રુપો અવ-નવા પ્રોપ્સ સાથે જોવા મળ્યા હતા ત્યારે સોસાયટીમાં પરંપરાગત ગરબા રમતા ખેલૈયાઓ જોવા મળ્યા હતા.
તમે કિયા તે ગામના ગોરી રાજ….બીજી નવરાત્રિએ અમદાવાદી ખૈલેયાઓની જમાવટ
Advertisement