સૌજન્ય-અમદાવાદ: શહેરની સુપ્રસિદ્ધ કર્ણાવતી ક્લબમાં 26 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર માનો ગરબો ગોળ ફરી રહ્યો છે. ખેલૈયાઓ વડોદરા અને પોળોની જેમ રાઉન્ડમાં રમી રહ્યાં છે. આ વખતે આયોજકોએ ખેલૈયાઓને વર્તુળમાં રમાડવાનો નિર્ણય લીધો અને તેના પાલન માટે દોરડા બાંધીને 15 ફૂટની ચાર રૉ બનાવી. ખેલૈયાઓ આ ચાર રાઉન્ડમાં પોતપોતાની મરજી મુજબના સ્ટેપ્સ કરી રહ્યાં છે. આ વખતે બીજી ખાસ વાત એ છે કે માતાજીનો મંડપ શેરીગરબાની સ્ટાઈલમાં વચ્ચે રાખવામાં આવ્યો છે. અત્યાર સુધી તે ગ્રાઉન્ડના એક ખૂણે રહેતો હતો. રાઉન્ડમાં ગરબા થતા હોવાથી બધા એક સરખું જ રમે છે અને ફ્રી સ્ટાઈલવાળા વર્તુળની બહાર દૂર બાઉન્સર્સની પાછળ ફ્રી સ્ટાઈલ રમે છે
Advertisement