સૌજન્ય-અમદાવાદઃ રાજ્યમાં પરપ્રાંતિયોને યોગ્ય રક્ષણ આપવામાં સરકાર ઊણી ઉતરી છે. ગુજરાતના વિકાસમાં જ્યારે આ પરપ્રાંતિયોનો ઔદ્યોગિક ક્ષેત્રે મજૂરીમાં સિંહ ફાળો છે ત્યારે તેમનું યોગ્ય રક્ષણ કરવા તેમજ તેમને થયેલ નુકસાન બદલ વળતર ચૂકવવાની માગણી સાથે હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ થઇ છે. જે કેસમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારને જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.
પરપ્રાંતિની રક્ષામાં સરકાર કટીબદ્ધ
Advertisement
ગુજરાતમાં વસતા તમામ નાગરીકો ગુજરાતી જ છે તેવી રજૂઆત સરકાર તરફે એડિશનલ એડવોકેટ જનરલ પ્રકાશ જાનીએ હાઇકોર્ટ સમક્ષ કરી છે. તમામ નાગરીકોની રક્ષા માટે સરકાર કોઇ કચાસ રાખશે નહી.