અમદાવાદ: રાજસ્થાનમાં ઝિકા વાઈરસ દેખાતા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે મ્યુનિ. હેલ્થ વિભાગને ગાઈડલાઈન્સ જારી કરી સગર્ભાઓ અને તાવ આવ્યો હોય તેમજ દાખલ તમામ સ્ત્રીઓનું સ્ક્રીનિંગ કરાવા સૂચના આપી છે. શહેરમાં જે સ્થળે મચ્છરોના સૌથી વધુ બ્રીડિંગ હોય તેનો સરવે કરાશે. શુક્રવારે હેલ્થ વિભાગ દ્વારા સ્થિતિની સમીક્ષા અંગે વીડિયો કોન્ફરન્સ યોજાશે.
મચ્છરોના સૌથી વધુ બ્રીડિંગ ધરાવતાં સ્થળોનો સરવે પણ કરવામાં આવશે
મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા રાજય સરકારના આદેશથી આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં ડેન્ગ્યુના થયેલા કેસ પર સૌથી વધુ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત શહેરની કન્સ્ટ્રકશન સાઈટોની આસપાસ સૌથી વધુ મચ્છરોના બ્રીડિંગ હોવાથી આવા વિસ્તારોની યાદી તૈયાર કરી સરવેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગત વર્ષે પણ મેમનગર વિસ્તારમાં ઝિકા વાઈરસનો એકમાત્ર કેસ નોંધાયો હતો. જો કે, જયારે કેસ નોંધાયો ત્યારે તંત્ર અંધારામાં હતું અને પછીથી સમગ્ર મેમનગર વિસ્તારમાં સરવેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલમાં અમદાવાદમાં ઝિકા વાઈરસનો અેક પણ કેસ નહીં હોવાનો દાવો મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે…સૌજન્ય