ભારતભરમાં મહાત્માગાંધીની 150 મી જન્મજયંતિની ઉત્સાભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ મધ્યસ્થ જેલ દ્વારા છેલ્લા એક સપ્તાહથી મહાત્મા ગાંધીજી સંબંધિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાજયભરમાંથી 158 કેદીઓને મુક્ત કરાયા. 2 જી ઓક્ટોબર સાબરમતી જેલમાં કાર્યક્રમ દરમ્યાન ગુજરાતની જેલોના પોલીસ મહાનિર્દેશકશ્રી, જેલ અને સુધરાત્મક વહીવટ શ્રી ડો.કે.એલ.એન.રાવની અદ્યક્ષતામાં ગાંધીજીના જીવન સંબંધી પ્રાથના અને ભજનોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ ખાસ જેલમુક્તિ પ્રસંગે આ ઉપરાંત નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ડો.એસ.કે.ગઢવી તેમજ જેલ અધિક્ષક ડો.એમ.કે.નાયક અને ગુજરાત યુનિવર્સીટીના ઉપકુલપતિ શ્રી જગદીશ ભાવસાર તથા ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશનના કુલપતિ શ્રી ડો.હર્ષદ પટેલ તેમજ નજીવન ટ્રસ્ટ અમદાવાદના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિવેક દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા તમામ મહાનુભાવોએ જેલમાથી મુક્ત થતાં કેદીઓને ”ગાંધીજીની આત્મકથા ” ભેટ સ્વરૂપે આપી હતી. તેમજ કેદીઓ માટે વકૃત્વ સ્પર્ધાનું આયોજન પણ થયેલું હતું અને સ્પર્ધામાં વિજેતા ભાઈઓ તેમજ બહેનોને મહાનુભાવો દ્વારા પ્રમાણપત્ર તેમજ ઈનામ વિતરણ કરવામાં આવેલા હતા.
સરકારશ્રી દ્વારા મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતી નિમિત્તે 158 કેદીઓને મુક્ત કરવાના નિર્ણયને તમામે આવકારી લઈ કેદીઓને હદયથી શુભેચ્છાઓ પાઠવી અને સમાજ સાથે સદભાવના પૂર્વક જોડાવવાની લાગણી વ્યક્ત કરી હતી. સાથોસાથ મહાત્મા ગાંધી નવજીવન ટ્રસ્ટ દ્વારા ડિપ્લોમાં ઇન જર્નાલીઝમાં ઉતીર્ણ થનાર 18 કેદીઓને મહાનુભાવોના હસ્તે પદવી એનાયત કરાઇ હતી.
મહાત્માગાંધીની 150 મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતની વિવિધ જેલમાંથી 158 કેદીઓને મુક્ત કરાયા.
Advertisement