Proud of Gujarat
FeaturedGujaratINDIA

પિડીત મહિલાઓનું સાથી બન્યુ અમદાવાદ સિવીલ હોસ્પિટલ ખાતે કાર્યરત’સખી’ વન સ્ટોપ સેન્ટર

Share

પિડીત મહિલા બળાત્કાર, ઘરેલુ હિંસા,છેડતી, શારીરિક અને માનસિક શોષણજેવા અત્યાચારો સામે લડવા ‘સખી વન સ્ટોપ સેન્ટર’ ખાતેથી મદદ મેળવી શકે છે.
ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના સહયોગથી સિવિલ હોસ્પિટલ, અસારવા, અમદાવાદ ખાતે ‘સખી’ વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે. આ વન સ્ટોપ સેન્ટરનો મુખ્ય હેતુ કોઈ પણ પ્રકારની હિંસાનો ભોગ બનેલ મહિલાનો તાત્કાલીક તબીબી, કાયદાકીય, મનો વૈજ્ઞાનિક અને પરામર્શની સેવા એ જ છત્ર હેઠળ પુરી પાડવી અને જાહેર, ખાનગી સ્થળે હિંસાનો ભોગ બનનાર મહિલાઓને એક જ સ્થળે તમામ મદદ અને આધાર મળી રહે તે છે. સિવીલ હોસ્પિટલ ખાતે કાર્યરત ‘સખી’વન સ્ટોપ સેન્ટર ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ,હિલ્હી, મધ્યપ્રદેશ સહિતના કુલ ૭૬ મહિલાઓનેબળાત્કાર, ઘરેલુ હિંસા, છેડતી, શારીરિક અને માનસિક શોષણ, જેવા અત્યાચારોમાં જરૂરી મદદ પુરી પાડવામાં આવી છે. સિવીલ હોસ્પિટલના ‘સખી વન સ્ટોપ સેન્ટર’ખાતે સેન્ટર એડમીનીસ્ટ્રેટર તરીકે મિત્તલ પટેલ, પ્રીતિ મોદી, નેહા નાગર અને અન્ય કર્મચારીઓ પિડિત મહિલાઓને મદદરૂપ બની રહ્યા છે.
‘સખી વન સ્ટોપ સેન્ટર’ સિવીલ હોસ્પિટલ અમદાવાદના સેન્ટર એડમીનીસ્ટ્રેટર મિત્તલ પટેલે જણાવ્યુ હતુ કે, ‘સખી વન સ્ટોપ સેન્ટર’ ખાતે સમાજમાં અથવા કાર્યના સ્થળે હિંસાનો ભોગ બનતી મહિલાઓને તાત્કાલીક ધોરણે તબીબી સેવા, પરામર્શ,કાનુની માર્ગદર્શન, પોલીસ સેવા આશ્રય અને સંસ્થાકિય મદદ જેવી સંકલીત સેવા એક જ સ્થળેથી આપવામાં આવે છે. કોઇ પણ પિડીત મહિલા બળાત્કાર, ઘરેલુ હિંસા, છેડતી, શારીરિક અને માનસિક શોષણ, જેવા અત્યાચારો સામે નિર્ભય બનીને ‘સખી વન સ્ટોપ સેન્ટર’ખાતેથી મદદ મેળવી શકે છે. અમારા સેન્ટરમાં અત્યાર સુધીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિલ્હી,મધ્યપ્રદેશ સહિતના કુલ ૭૬ મહિલાઓને બળાત્કાર,ઘરેલુ હિંસા, છેડતી, શારીરિક અને માનસિક શોષણ,જેવા અત્યાચારોમાં પિડીત મહિલાઓને જરૂરી તમામ મદદ કરવામાં આવી છે. આ કામગીરી કરવા માટે જીલ્લા કલેક્ટર, મહિલા બાળ વિકાસ અધિકારી એઝાઝ મનસુરી, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી નિલેશ્વરી ગોહીલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.‘સખી વન સ્ટોપ સેન્ટર’ના કર્મચારીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં જઇને મહિલાઓને પોતાના હક માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના આમનડેરા ગામના ખેડુત રાજેન્દ્રભાઈ પ્રજાપતિ પ્રાકૃતિક ખેતી અપનાવી થયા સમૃધ્ધઃ

ProudOfGujarat

ભરૂચ વકીલની બાર કાઉન્સિલની ચૂંટણીમાં પણ તીવ્ર સ્પર્ધા જણાઈ…

ProudOfGujarat

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!