Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં કીટનાશક ટ્રીટમેન્ટ કરાવેલી મચ્છરદાનીનું સગર્ભા માતાઓને વિતરણ કરાયુ

Share

        વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જિલ્લાના તમામ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો ખાતે રાજય સરકારની સૂચના અનુસાર જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન અનુસાર જિલ્લાની સંવેદનશીલ તમામ વિસ્તારની સગર્ભામાતાઓને કીટનાશક ટ્રીટમેન્ટ કરાવેલી મચ્છરદાનીનું  વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ. વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુમરખાણ સહિત અમદાવાદ જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. કુમરખાણ ખાતે આયોજિત કાર્યક્રમમાં અમદાવાદ જીલ્લા પંચાયત આરોગ્ય સમિતીના ચેરમેન જગદીશભાઇ મેણીયા,તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, ડો.રાકેશ ભાવસાર સહિત મોટી સંખ્યામાં સગર્ભા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મચ્છરદાની વિતરણ કાર્યક્રમમાંવાહકજન્ય રોગ જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા, રોગ ફેલાવતા મચ્છરોથી બચવા સગર્ભામાતાઓને કીટનાશક ટ્રીટમેન્ટ કરાવેલી મચ્છરદાનીમાં સુવા માટે જાણકારી આપવામાં આવી હતી અને આ માટે વાહકજન્ય રોગથી બચવા માટેની વિગતવાર સમજ આપવામાં આવી હતી.
અમદાવાદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત અમદાવાદના પ્રમુખ જીતેન્દ્રસિંહ  ચૌહાણના પ્રમુખ સ્થાને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર કાવીઠા, તા.બાવળા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. શિલ્પા યાદવ, જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ, તાલુકા હેલ્થ ઓફીસર ર્ડા. અલ્પેશ  ગાંગાણી, વિજય પંડિતઉપસ્થીત રહ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. શિલ્પા યાદવે મહિલાઓને મચ્છરોથી બચવાના ઉપાયો ની જાણકારી આપી હતી. મચ્છર ચોવીસ કલાક કરડવાનું કામ કરતા હોવાથી સ્વસ્છતા રાખવા ખાસ અનુરોધ કર્યો હતો. સાણંદ તાલુકામાં ધારાસભ્ય કનુભાઇ પટેલના હસ્તે સગર્ભામાતાઓને કીટનાશક ટ્રીટમેન્ટ કરાવેલી મચ્છરદાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
        જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે,  ચાલુ વર્ષ મચ્છરજન્ય (વાહકજન્ય) રોગો ન થાય અને અગાઉના વર્ષોની સાપેક્ષમાં ઘટાડો થાય તેવા પ્રયત્નો જિ.પં.અમદાવાદ આરોગ્ય શાખા દ્વારા હાથ ઘરેલ છે. જેમાં સર્વેલન્સ,  બી.ટી.આઇ કામગીરી, અબેટ કામગીરી, ગપ્પી ફીશ મુકવાની કામગીરી, પોરાનાશક કામગીરી તથા ફોગીંગ, ચુનાનું ડસ્ટીંગ અને લાંબાગાળાની દવાયુકત મચ્છરદાની પુરી પાડી દરેક ગામોમાં જનજાગૃતી કરવાથી મચ્છરજન્ય રોગોમાં ધટાડો નોંધાયેલ છે. આ કામગીરીને સતત ચાલુ રાખી વેગવંતી બનાવી હજુ પણ ધટાડો થાય તેવા પ્રયત્નો જિલ્લા પંચાયત અમદાવાદની મેલેરીયા શાખા દ્વારા હાથ ધરેલ છે. 

Advertisement

Share

Related posts

સુરતમાં 18 લાખના હીરાનું પડીકું લઇ ભાગી છૂટેલો ઠગ હિમાલચ પ્રદેશથી ઝડપાયો..!

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ સી-પ્લેન પ્રોજેકટ છેલ્લા અઢી મહિનાથી બંધ…

ProudOfGujarat

ગુજરાત સરકાર તરફથી સહાય ન મળતા ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોનો વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!