Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં રાત્રિ દરમિયાન પોલીસે દારુ, ડ્રગ્સ મામલે સિંધુભવન રોડ, થલતેજ અને એસજી હાઈવે પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું

Share

તથ્ય પટેલે કરેલા અકસ્માતની ઘટના બાદ ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું છે. પોલિસ, એસઓજી દ્વારા આ મામલે હવે રાત્રિ દરમિયાન સઘન ચેકિંગ હાથ ધરાયું છે. પોલીસે દારુ, ડ્રગ્સ મામલે સિંધુભવન રોડ, થલતેજ અને એસજી હાઈવે પર તપાસ તેજ કરી દીધી છે. રાત્રે નબીરાઓ પુરપાટ ઝડપે ગાડીઓ ચલાવતા હોય છે. મોડી રાત સુધી અડ્ડો જમાવીને બેઠા હોય છે ત્યારે આ મામલે નશીલા પદાર્થોનું સેવન પણ કાફે આસપાસના વિસ્તારોમાં કરતા હોય છે ત્યારે આ મામલે તપાસ તેજ કરાઈ છે.

પોલીસ એક્શન મોડમાં નજરે પડી છે. સિંધુભવન રોડ, થલતેજ અને એસજી હાઈવે પર ઓપરેશન હાથ ધર્યું છે. ડ્રગ્સ અને દારુના સેવન જેવી પ્રવૃત્તિઓ સામે ચેકિંગ કરવામાં આવ્યું છે. એસઓજી, ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમોએ કાફે પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

Advertisement

ઓવરસ્પીડ વાહનો, ગાડી પર કાળા કાચ મામલે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાત્રે મોડે સુધી યુવાનો બેસી રહેતા હોય છે ત્યાં તપાસ તેજ કરવામાં આવી રહી છે. ડાર્ક ફિલ્મવાળી કારની પણ તપાસ તેજ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા ભયાનક અકસ્માતમાં 9 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે આ મામલે તપાસ તેજ પોલીસ દ્વારા કરાઈ છે. તથ્ય પટેલને 3 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. આ ગોઝારા અકસ્માતની ઘટના બાદ પોલીસ પણ હવે એક્શનમાં નજરે પડી રહી છે અને આ પ્રકારની ઘટના ફરીવાર ન બને તે પ્રકારે સઘન ચેકિંગ હાથ ધરાયું છે.


Share

Related posts

ખેતાન કંપનીના કામદારનુ મૌત …

ProudOfGujarat

લીંબડી મોટાવાસમા 52 ગજની ધજા ફરકાવી રામનવમીની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

લીંબડીના વિવિધ વિસ્તારોમાં PGVCL ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાતા લાખોની ચોરી ઝડપાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!