અમદાવાદમાં હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે થોડા જ વરસાદમાં શહેરમાં મોટાભાગના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર ભુવા પડવા અને રોડ-રસ્તાની હાલત ખરાબ હોવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રના ભ્રષ્ટાચાર અને બેદરકારીના કારણે નાગરિકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે.
ત્યારે શહેરમાં ભુવા અને બિસ્માર રોડ-રસ્તાને લઈ વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા અને સભ્યો દ્વારા નાગરિકો સાથે એએમસીની ઓફિસ બહાર સહી ઝુંબેશ હાથ ધરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ જોવા મળ્યું હતું.
શહેરમાં ભુવા અને બિસ્માર રોડ-રસ્તાની સમસ્યાને લઈ વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા નાગરિકો સાથે એએમસીની ઓફિસ બહાર સહી ઝુંબેશ હાથ ધરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે, આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
ત્યાર બાદ પોલીસે કોંગ્રસના આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો હતો કે, રાજ્યની ભાજપ સરકાર પોલીસના માધ્યમથી અમારા વિરોધને રોકવા માગે છે. ભ્રષ્ટાચાર મુદ્દે અમે વિરોધ કરી રહ્યા છે. નાગરિકોને પડતી હાલાકીને લઈ અમે તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર સામે રોષ નોંધાવી રહ્યા છે પરંતુ, પોલીસ દ્વારા અમને આંદોલન કરતા અટકાવવામાં આવી રહ્યા છે.