Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં સનાથલ ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું

Share

અમદાવાદ શહેરમાં સનાથલ સર્કલ પર બનાવવામાં આવેલા ઓવરબ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાયા હતા. આ આવરબ્રિજના કારણે સૌરાષ્ટ્રમાં જતા અને સૌરાષ્ટ્રથી અમદાવાદ આવતા લોકોને તેમજ અમદાવાદથી બાવળા, મેટોડા જતા-આવતા લોકોને ટ્રાફિકમાંથી રાહત મળશે.આ બ્રિજના કારણે રિંગ રોડ પર ટ્રાફિકનું ભારણ પણ ઘટશે.

બ્રિજના ઉદ્ઘાટન નિમિતે CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા નિર્દેશમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. આ વર્ષનું ગુજરાતનું બજેટ ઈતિહાસનું સૌથી મોટુ બજેટ છે. ઝુંપડપટ્ટીમાં રહેતું બાળક પણ ટેક્નોલોજી સાથે જોડાય તેથી સ્માર્ટ સ્કૂલો શરૂ કરવામાં આવી છે. અમિત શાહના મતક્ષેત્રમાં 28 સ્માર્ટ સ્કૂલો શરૂ કરવામાં આવી છે. આપણી સરકારી સ્કૂલો ખાનગી સ્કૂલોને ટક્કર મારે તેવી છે. આ વખતે ૩ હજાર વિદ્યાર્થી ખાનગીમાંથી મનપા સ્કૂલમાં આવ્યા છે. 9 વર્ષમાં 50 હજારથી વધુ બાળકો સરકારી શાળામાં આવ્યા છે.

Advertisement

અમદાવાદ અને રાજકોટ રાજ્યનાં બે મુખ્ય શહેરો છે, જેમાં અમદાવાદ અને રાજકોટ તરફ આવતા-જતા માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધારે રહે છે. સનાથલ જંક્શનની નજીક અમદાવાદ-સરખેજ-મૌરેયા રેલવે લાઇન પરના ફાટક નં. 33 પર પણ ખૂબ ટ્રાફિક રહે છે એટલે ઔડા દ્વારા રિંગરોડ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ-8એના જંક્શન પર ટ્રાફિકનું ભારણ ઘટાડવાના આશયથી આ બ્રિજ પ્રોજેક્ટ હાથ પર લેવાયો હતો. સનાથલ જંક્શનના રેલવે ઓવરબ્રિજને રૂ.96.81 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે.


Share

Related posts

જંબુસર તાલુકાનાં કંબોઇ ખાતે આવેલ સ્તંભેશ્વર મંદિર કોરોના અંતર્ગત બંધ કરવામાં આવ્યું.

ProudOfGujarat

સ્મૃતિ મંધાના કરી રહી છે સખત મહેનત, કહ્યું શું છે તેની આગામી યોજના.

ProudOfGujarat

ભરૂચ નર્મદા નદીનાં ધાટની સફાઈ સીઆઈએસએફના જવાનો દ્વારા આજે કરવામાં આવી હતી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજરોજ ભરૂચ નર્મદા નદીના કિનારે સફાઇ કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!