અમદાવાદના સિંધુભવન રોડ પર યુવકને જાહેરમાં પરેડ કરાવવા મામલે હાઈકોર્ટે પોલીસ અધિકારીઓ સામે નોટિસ ઈસ્યુ કરી છે. અદાલતના હુકમના તિરસ્કારની નોટિસ ઈસ્યુ કરી છે. કોર્ટે આ મામલે પોલીસ સ્ટાફમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહીતનાને નોટિસ ઈસ્યુ કરી છે.
5 જુલાઈના રોજ જુનૈદ મિર્ઝાની સિંધુ ભવન રોડ પર અમદાવાદ પોલીસે હાથમાં પ્લેકાર્ડ સાથે પરેડ કરાવી હતી. તેના પર લખેલું હતું. ‘ગાડી મેરે બાપ કી, રાસ્તા નહીં’. મિર્ઝાએ હાઈકોર્ટમાં આક્ષેપ કર્યો હતો કે પોલીસે સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ નિર્દેશોનું ઉલ્લંઘન કરીને જાહેરમાં તેમનું અપમાન કર્યું હતું.
ડિવિઝન બેન્ચે પોલીસકર્મીઓ પાસેથી જવાબ માંગ્યો હતો કે તેમની સામે કોર્ટના અવમાનના કાયદા હેઠળ કાર્યવાહી કેમ ન કરવી જોઈએ. આગામી 7 ઓગસ્ટ સુધીમાં ખુલાસો માગવામાં આવ્યો છે, કેસની વધુ તપાસ માટે હાઈકોર્ટે નોટિસ ઈસ્યુ કરી છે. સિંધુભવન રોડ પર યુવકને જાહેરમાં પરેડ કરી હાથમાં બેનર આપવામાં આવ્યું હતું તે મામલે કોર્ટ દ્વારા આકરુ વલણ અપનાવવામાં આવ્યું છે.
આમ અમદાવાદ પોલીસની જાહેરમાં કરવામાં આવેલી કાર્યવાહીનો આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. પોલીસ દ્વારા કથિત જાહેરમાં ગેરવર્તણૂક અને પરેડની ફરિયાદના આધારે હાઈકોર્ટે પોલીસને તિરસ્કારની નોટિસ ફટકારી છે.