Proud of Gujarat
FeaturedGujaratINDIA

શાહીન ચક્રવાતની અસર:આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદર અને જામનગરમાં ભારે વરસાદની આગાહી

Share

શાહીન વાવાઝોડું આજે પાકિસ્તાનના મકરાણના કાંઠે ટકરાવાનુ છે. પરંતુ તેની અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદભરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. પાલડી, નારણપુરા, નવરંગપુરા, યુનિવર્સિટી,શ્યામલ, સેટેલાઇટ, એલિસબ્રિજ, આશ્રમ રોડ, નહેરુનગર, વાસણા, જીવરાજ, વેજલપુર, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ નોઁધાયો છે. પોણો કલાકમાં અમદાવાદમાં પોણા 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં છેલ્લા એક કલાકથી કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના ખોખરા, હાટકેશ્વર,અમરાઈવાડી, વસ્ત્રાલ, સીટીએમ, જશોદાનગર, ઘોડાસર, વટવા, ઈસનપુર,નારોલ, મણિનગર, રામોલ, હાથીજણ, ઓઢવ, રખિયાલ, બાપુનગર સહિતના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. વરસાદને કારણે CTM ચાર રસ્તાથી જશોદાનગર અને ઈસનપુર બ્રિજ સુધી છેલ્લા એક કલાકથી ભારે ટ્રાફિકજામ થયો છે.

અનેક વાહનોની ત્રણેક કિલોમીટર લાંબી લાઈનો લાગી છે.સવારથી અમદાવાદમાં તડકો હતો, પરંતુ બપોર બાદ એકાએક વાતાવરણ બદલાયું હતું. શ્રાદ્ધ પક્ષના ભરપૂર તાપમાંથી વાદળીયું વાતાવરણ છવાઈ ગયુ હતું. શહેરના કેટલાક વિસ્તારોમાં અચાનક વરસાદ તૂટી પડ્યો હતો. શરૂઆતમાં હળવા વરસાદી ઝાપટા બાદ ભારે વરસાદ આવ્યો હતો. લો ગાર્ડન, પંચવટી, સી.જી રોડ અને એલિસ બ્રિજ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદને કારણે વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ સુધી છૂટોછવાયો વરસાદ આવી શકે છે. તે ઉપરાંત મીઠાખળી અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ ગયાં છે. સી.જી રોડ પર પણ પાણી ભરાયાનાં દૃશ્યો જોવા મળ્યા છે. આશ્રમ રોડ,વાડજ અને ઉસ્માનપુરામાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. તે ઉપરાંત આગામી ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

હવામાન ખાતાના અપડેટ અનુસાર, શાહીન ભલે ગુજરાતા કાંઠે ટકરાયુ નહિ હોય, પણ તેની અસર ગુજરાતમાં જોવા મળશે. શક્તિશાળી શાહીન પાકિસ્તાનના કાંઠે ટકરાવાનુ છે. પણ તેની અસરના ભાગરૂપે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 36 કલાક સુધી આ વાવાઝોડું સક્રિય રહેશે. ‘ગુલાબ’માંથી બનેલું ‘શાહીન’ આજે વધારે શક્તિશાળી બનશે. વાવાઝોડું પાકિસ્તાનના મકરાણના કાંઠે ટકરાશે, એ વખતે એ સૌથી શક્તિશાળી હશે. વાવાઝોડું શક્તિશાળી થતાં જ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતા છે. જોકે વાવાઝોડું ભારતના કાંઠાથી થોડે દૂર રહેવાનું હોવાથી બહુ નુકસાન થાય એવી શક્યતા નથી છતાં ભારતીય હવામાન વિભાગે એલર્ટ જારી કરીને કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને અને માછીમારોને ચેતવણી આપી છે. ગુજરાતમાં, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 36 કલાક સુધી આ વાવાઝોડું સક્રિય રહેશે.


Share

Related posts

પંચમહાલમાં “મારી માટી, મારો દેશ” કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે પોલીસ દ્વારા વિશાળ રેલી યોજાઇ

ProudOfGujarat

કાલોલ તાલુકા પ્રમુખ સહિત કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે ગાંધીનગર પહોંચ્યા.

ProudOfGujarat

વરેડિયા – નબીપુર વચ્ચે રેલવે ઓવરહેડ કેબલમાં ટેકનિકલ ખામી સર્જાતા રેલવે વ્યવહાર ખોરવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!