અમદાવાદની સાબરમતી જેલમાં ઉત્તર પ્રદેશ માફિયા સરગના અને ડોન કહેતા બાહુબલી એવો અતીક અહેમદ જેલમાં બંધ છે. આજે તેને મળવા સાબરમતી જેલ પર એક ખાસ રાજ્નીતિગ્ય આવી રહ્યા હતા. અને તે છે AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઔવેસી. ગુજરાત નવા મંત્રીમંડળની રચના થયા બાદ હવે ગુજરાતમાં અલગ અલગ રાજકીય પાર્ટી પોતાની રણનીતિ તૈયાર કરી રહી છે. આ સમયે હવે ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદ ઉલ મુસ્લિમીન ના નેતા અસદુદ્દીન ઓવૈસી આજરોજ એ ગુજરાત આવી રહ્યા હતા . હાલ અમદાવાદ સાબરમતી જેલમાં બંધ UPના પ્રયાગરાજના પૂર્વ બાહુબલી સાંસદ અને 103 હત્યાના જેમના પર આરોપ છે તેવા અતિક અહેમદને ઓવૈસી મળશે. ત્યારબાદ અમદાવાદના ટાગોર હોલમાં ઓવૈસી બુધ્ધિજીવીઓ સાથે મુલાકાત કરશે.
જેલ તંત્રની ના અમદાવાદ સાબરમતી જેલ તંત્રએ AIMIM નાચીફ ઓવૈસીને અતિક અહેમદ સાથે મુલાકાત કરવાની ના પાડી દીધી હતી. તંત્રએ કહ્યું હતું કે અહમદ માત્ર તેના પરિવાર કે વકીલ સાથે જ મુલાકાત કરી શકે છે. અને આ નિયમો અનુસાર અતિક સાથે ઓવૈસીની મુલાકાત સંભવ નથી. જરાતમાં છ મહિના પહેલા થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીએ પહેલીવાર ગુજરાતમાં પોતાની પાર્ટીના ઉમેદવારો ઉતાર્યા હતા. અને અમદાવાદ મહાનગરપાલિકામાં તેમની પાર્ટીના ચાર ઉમેદવારો જીત્યા હતા. ઔવેસી ગુજરાતમાં પહેલીવાર ચૂંટણી માટે આવ્યા હતા.
અમદાવાદ: AIMIM ચીફ ઓવૈસી ગેંગસ્ટર અતિક અહેમદને જેલમાં મળે એ પહેલાં જ પોલીસે અટકાવ્યા
Advertisement