Proud of Gujarat
FeaturedGujaratINDIA

બ્રેઇન ટ્યુમરની પીડાતી 11 વર્ષની બાળાએ અમદાવાદમાં એક દિવસીય કલેક્ટરની ગાદી સંભાળી

Share

ગાંધીનગરના સરઘાસણના રહેવાસી અપૂર્વ શાહની દીકરી ફ્લોરાને 7 મહિના પહેલા બ્રેઈન ટ્યુમરની બીમારી થતાં ઓપરેશન કરાવ્યું હતું.ફ્લોરા નાનપણથી જ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી. તેને કલેક્ટર બનવાની ઈચ્છા હતી પરંતુ બ્રેઇન ટ્યુમરના કારણે તેની ઈચ્છા પૂરી થવી, એ મોટો પડકાર હતો. આજે અમદાવાદમાં જિલ્લા કલેક્ટર કચેરીની ખુરશી પર બેસીને માત્ર 11 વર્ષની દિકરીએ કામગીરી સંભાળી હતી.

ચાર્જ સંભાળ્યા બાદ વિવિધ સરકારી યોજના લાભાર્થીઓના પ્રમાણપત્ર પણ વિતરણ કર્યા હતાં. એક દિવસ માટે કલેક્ટરની ખુરશી પર બેઠેલી ફ્લોરાનું સ્વાગત એક આઈએએસ ઓફિસર ડ્યુટી જોઈન કરે ત્યારે જે રીતે થાય એ રીતે જ કરવામાં આવ્યું હતું. તેના માતા-પિતાએ એક NGOનો સંપર્ક કર્યો, જેમના મારફતે આ વાત અમદાવાદ જિલ્લા કલેકટર સુધી પહોંચી અને ફ્લોરને એક દિવસ માટે કલેક્ટર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું .

Advertisement

અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેએ જણાવ્યું હતું કે, NGO મારફતે આ દીકરીની કલેક્ટર બનવા અંગેની વિગત મળી. જે બાબતે કચેરી મારફતે ખરાઈ કરી તેની ઈચ્છા પૂર્ણ કરવાનો નિર્ણય લેવાયો. આવતા સપ્તાહે તેનો જન્મદિવસ હોવાથી કલેક્ટર કચેરી ખાતે કલેકટરની હાજરીમાં કેક કાપવામાં આવી અને અલગ અલગ ગિફ્ટ્સ પણ આપવામાં આવ્યા હતા .


Share

Related posts

ભરૂચ : હજરત બાવા રુસ્તમ ર.અ.ના 612 માં ઉર્સની શાનદાર ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં હિંગલ્લા ગામમાં ખેત મજૂરી કામ કરતાં યુવક અને યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

ProudOfGujarat

ડાંગ-ચીચપાડા ગામમાં ઝઘડો થતાં પત્નીની હત્યા કરી પતિ ફરાર..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!