Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ એરપોર્ટ પરથી કરોડોનું કોકીન ઝડપાયું

Share

ગુજરાત રાજયમાં નશીલા પદાર્થની હેરાફેરી કરવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે ગેરકાયદેસર ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો છે, અમદાવાદ એરપોર્ટ પરથી અંદાજીત 6 કરોડના કોકેઈન ડ્રગ્સ સાથે એક શખ્સને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ઝડપી પાડ્યો છે. આફ્રિકન નાગરિક આ કોકેઈ ડ્રગ્સ દુબઈની ફ્લાઈટમાં લાવ્યો હતો જે બાદ ક્યાં પહોંચાડનો હતો તે મામલે એનસીબીએ કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વું છે કે આ પહેલા પણ અનેક વાર કરોડા ડ્રગ્સની હેરાફેરીના કરવામાં આવતી હોવાન કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ગુજરાતની સરહદી વિસ્તારોમાંથી કે સમૃદ્રના માર્ગે ગેરકાયદેસર ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડવામાં આવતું હોય પરતું કરોડના કોકેઈ સાથે આફ્રિકન નાગરિક ઝડપાઈ જતા દેશ અને વિદેશમાં ચાલી રહેલી ડ્રગ તસ્કરી અંગે પોલીસને વધુ માહિતી મળી શકશે.

Advertisement

ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ અમદાવાદ એરપોર્ટમાંથી 4.2 કિલો કોકેઇન સાથે એક વિદેશી નાગરિકની ધરપકડ કરી હતી, મહત્વનું છે કે આ કોકેઇનની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર ભાવ પ્રમાણે કરોડ રૂપિયા જેટલી હોય છે ત્યારે હવે 6 કરોડના કોકેઈ સાથે આફ્રિકન નાગરિક ઝડપાતા NCB એ વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

પાલેજ ખાતે પીર મોટામીયા બાવાના બે દિવસીય ઉર્સનો પ્રારંભ…

ProudOfGujarat

પાલેજમા બહુરૂપીએ ગાંડાનો રોલ આબાદ રજુ કરી સૌ કોઈને ચકિત કર્યા…

ProudOfGujarat

લીંબડી બસ સ્ટેશન રોડ પર લોકો ગણેશજીની મૂર્તિઓ ખરીદવા ઉમટયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!