ચાંદી અત્યાર સુધીના ઉચ્ચત્તમ સ્તર 79, 980 રુપિયા પ્રતિ કિલો છે. આ હિસાબથી ચાંદી પણ પોતાના ઉચ્ચત્તમ સ્તરથી લગભગ 12000 રુપિયા સસ્તુ છે. આજે ચાંદીનો ઓગષ્ટનો વાયદો 65700/- રુપિયા પ્રતિ કિલો પર છે.ગત વર્ષે કોરોના સંકટના કારણે લોકોએ સોનામાં મન મુકીને રોકાણ કર્યુ હતુ.ભરુચ જિલ્લાની વાત કરીયે તો ગત ઓગસ્ટ 2020એ એમસીએક્સ પર 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ 56, 191 રુપિયાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગયો હતો. ત્યારે એમસીએક્સ અનુસાર આજે સોનુ 47,960 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે.એટલે કે ગોલ્ડ પોતાના ઉચ્ચતમ સ્તરથી હાલ 8000 થી 10,000 રુપિયા સસ્તુ મળી રહ્યું છે.
ચાંદી સપ્ટેમ્બર વાયદમાં કાલે ભારે તેજી જોવા મળી હતી. ચાંદી વાયદો 1700 રુપિયા પ્રતિ કિલોની મજબૂતીની સાથે એક વાર ફરી 65,700 રુપિયા પર પહોંચી ગયું છે. જોકે આજે આમાંથી 200 રુપિયાની નરમાશ આવી છે. આ અઠવાડીયે ચાંદી વાયદો લગભગ 900 રુપિયા મજબૂત થયું છે. ચાંદી અત્યાર સુધીના ઉચ્ચત્તમ સ્તર 79, 980 રુપિયા પ્રતિ કિલો છે. આ હિસાબથી ચાંદી પણ પોતાના ઉચ્ચત્તમ સ્તરથી લગભગ 12000 રુપિયા સસ્તુ છે. આજે ચાંદીનો જુલાઈ વાયદો 65,700 રુપિયા પ્રતિ કિલો પર છે.
સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા એક વર્ષમાં ભારે ઘટાડો નોંધાયો છે. એક વર્ષમાં 9 હજાર 600 રૂપિયા સસ્તું થયું છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં કોરોનાના કેસો જ્યારે વધુ આવી રહ્યા હતા ત્યારે સોનાનો 10 ગ્રામદીઠ ભાવ પણ 58 હજાર અને ચાંદીનો કિલોદીઠ ભાવ 73 હજારની સર્વોચ્ચ સપાટીએ સ્પર્શી ગયા હતા. પરંતુ છેલ્લા એક વર્ષમાં સોનું તેની સર્વોચ્ચ સપાટીથી 9 હજાર 600 એટલે કે 20 ટકા સસ્તું થઇને 48 હજાર 400 અને ચાંદી 17 હજાર 500 એટલે કે 26 ટકા સસ્તી થઇ 65 હજાર 500ની સપાટી સુધી નીચે ઉતરી ગયા છે.