Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદીઓને મળશે ઓલિમ્પિક કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ : 600 કરોડના ખર્ચે તૈયાર થશે સંકુલ…

Share

અમદાવાદના રમત-ગમત પ્રેમીઓ સહિત શહેરીજનોને વધુ એક નજરાણું મળવા જઈ રહ્યું છે. શહેરના નારણપુરા ખાતે 20 એકરમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ આકાર પામશે. ભારત સરકાર દ્વારા આ પ્લાનને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. કુલ 600 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર કરવામાં આવશે.અમદાવાદના નારણપુરા વિસ્તારમાં 20 એકરમાં રૂપિયા 600 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર કરવામાં આવશે.

આ કોમ્પલેક્ષ બનાવવા માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી જેને કેન્દ્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ઓલિમ્પિક કક્ષાના સ્વિમિંગ પુલ અને ફુટબોલ ગ્રાઉન્ડ નિર્માણ પામશે. ઇન્ડોર ગેમમાં 6 ટેબલટેનીસ કોર્ટ, બેડ મિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ માટે ચાર મલ્ટીપર્પઝ કોર્ટ તૈયાર કરવામાં આવશે.આ ઉપરાંત ટેકવાન્ડો, માર્શલ આર્ટ્સ, યોગા, કબડ્ડી માટે એક મલ્ટીપર્પઝ હોલ બનાવવાનું આયોજન કરવામાં આવશે.

Advertisement

તેમજ આઉટડોર ગેમ માટે ચાર ટેનીસ કોર્ટ, ફૂટબોલ ગ્રાઉન્ડ અને 400 મીટર એથલેટીક ટ્રેક બનાવવામાં આવશે. ઇન્ડોર ગેમ જોવા માટે 5000 જેટલા દર્શકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. 1650 વાહનો માટે વિશાળ પાર્કિંગ જેમાં 850 ટુ વ્હીલર અને 800 ફોર વ્હીલર પાર્ક કરવામાં આવી શકે.


Share

Related posts

યાત્રાધામ બહુચરાજીમાં આસ્થા જવેલર્સમાં લૂંટ કરવા આવેલી લૂંટારું ટોળકીને પોલીસે ઝડપી પાડી.

ProudOfGujarat

ભારતમાંથી 70 દિવસમાં બ્રિટન પહોંચે છે આ બસ! 18 દેશોને કરે છે પાર, જાણો કેવી રીતે શક્ય છે મુસાફરી.

ProudOfGujarat

મોટામિયા માંગરોલ ખાતે આવેલ એસ.પી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલનું ધોરણ બારનું 95.16% પરિણામ આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!