Proud of Gujarat
FeaturedGujaratINDIA

પોલીસ કસ્ટડીમાં સૌથી વધુ મોતના મામલે ગુજરાત સૌથી આગળ

Share

ગત ત્રણ વર્ષમાં પોલીસ કસ્ટડી દરમિયાન દેશભરમાં 348 લોકોના મોત નિપજ્યા છે. સાથે જ જાણવા મળ્યું કે, આ સમયમાં ધરપકડમાં 1189 લોકોને અનેકયાતનાઓનો પણ સામનો કરવો પડ્યો. કેન્દ્રી ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં માહિતી આપી છે. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ પાસેથી મળેલી માહિતી અનુસાર, 2018 માં પોલીસ પકડમાં 136 લોકોના મોત નિપજ્યા છે અને 2019 માં 112 લોકો અને 2020 માં 100 લોકોના મોત નિપજ્યા છે. જોકે, ધરપકડમાં મોત પામેલા લોકોની સંખ્યામા ગુજરાત બીજા નંબર પર છે.

દેશના અલગ અલગ રાજ્યોમાં ગત 3 વર્ષો દરમિયાન પોલીસ ધરપકડમાં થયેલા મોતના આંકડા પર નજર કરીએ તો ગુજરાતના આ સંખ્યા સૌથી વધુ છે. ગુજરાતમાં 2018 માં 13 લોકોની પોલીસ હિરાસતમા મોત થઈ છે. તેના બાદ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશનો નંબર આવે છે. આ બંને રાજ્યોમા 2018 માં પોલીસ ધરપકડમાં મરનારાઓની સંખ્યા 12-12 છે. ત્રીજા સ્થઆન પર મહારાષ્ટ્ર અને તમિલનાડુ છે. અહી 11-11 લોકોની પોલીસ પકડમાં મોત થઈ છે. દિલ્હીમાં 8 અને બિહારમાં 5 લોકોના મોત થયા છે.
ત્રણ વર્ષમાં પોલીસ ધરપકડમાં મોતની સંખ્યા જોઈએ તો, રાજ્યના હિસાબથી સૌથી વધુ સંખ્યા ગુજરાતની છે. 2018 માં ગુજરાતમાં 13 મોત, 2019 માં 12 મોત અને 2020 માં મરનારાઓની સંખ્યા 17 છે.

Advertisement

રાજ્ય વર્ષ 2018 (પોલીસ હિરાસતમા મોત)
ગુજરાત 13
મધ્યપ્રદેશ 12
ઉત્તર પ્રદેશ 12
તમિલનાડુ 11
મહારાષ્ટ્ર 11
બિહાર 5

રાજ્ય વર્ષ 2019 (પોલીસ હિરાસતમા મોત)
મધ્ય પ્રદેશ 14
ગુજરાત 12
તમિલનાડુ 12
દિલ્હી 9
બિહાર 5
ઉત્તર પ્રદેશ 3

રાજ્ય વર્ષ 2020 (પોલીસ હિરાસતમા મોત)
ગુજરાત 17
મહારાષ્ટ્ર 13
ઉત્તર પ્રદેશ 8
બંગાળ 8
મધ્ય પ્રદેશ 8
બિહાર 3

2017 થી લઈને 2019 સુધી દેશમાં રાજકીય કારણોથી હત્યા કરવાના હેતુથી કુલ 213 કેસ નોંધાયાછે. તેમાં સૌથી વધુ 98 કેસ 2017 માં નોંધાયા છે. 2018 માં 54 અને 2019 માં 61 કેસ નોંધાયા છે. લોકસભામાં આપવામાં આવેલ લેખિત જવાબ અનુસાર, એનસીઆરબીના 2019 સુધીના આંકડા ઉપલબ્ધ છે. આ આંકડા અનુસાર, ત્રણ વર્ષમાં આવા કેસમાં પીડિતની કુલ સંખ્યા 230 રહી છે. 2017માં આવા સૌથી વધુ ઝારખંડમાંથી કેસ નોંધાયાછ છે, જેની સંખ્યા 42 છે. 2018માં આ પ્રકારના સૌથી વધુ કેસ બિહારમાં નોંધાયા, જેમાં પીડિતોની સંખ્યા 9-9 રહી.


Share

Related posts

મહારાષ્ટ્રથી ટ્રેન મારફતે દારૂના જથ્થાની હેરાફેરી કરતા ઈસમોને ભરૂચ રેલ્વે પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

ભરૂચ : ટોલ ટેક્સ પર ચાલુ ટ્રકમાં આગ લાગતા નાસભાગ, સદનસીબે કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

ગોધરા : નદીસર ગામે આઈ.ટી.આઈ સંસ્થાની નકલી માર્કશીટો કાઢવાના કૌભાંડનો SOG શાખાએ પર્દાફાશ કર્યો, બે યુવકો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!