Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદમાં 2016 માં ક્રાઇમ બ્રાંચમાં જ કોન્સ્ટેબલની હત્યા કરનાર મનીષ બલાઈને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી.

Share

20 એપ્રિલ 2016 ના રોજ ગાયકવાડ હવેલીમાં આવેલી જડબેસલાક સુરક્ષા વચ્ચે મોડી રાત્રે હવેલીમાં ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં મનીષ બલાઈ નામના વ્યક્તિએ કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણાની હત્યા કરી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ કેસમાં સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.

જેમાં કોર્ટે 6 વર્ષ બાદ ચૂકાદો આપતા આરોપી મનીષ બલાઈને દોષી જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે રૂ.25 હજારનો દંડ અને આઈપીસીની કલમ 404 મુજબ 3 મહિનાની સજા અને 2 હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. દોષી જાહેર કરાયેલા મનીષ બલાઈને આજીવન કેદની સજા સંભળાવવા સાથે જ સેશન્સ કોર્ટે વળતર લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા નક્કી કરાશે એવું આદેશમાં નોંધ્યું હતું. દોષી જાહેર થયેલા મનીષ બલાઈને આ તમામ સજાઓ એક જ ભોગવવાની રહશે.

Advertisement

સિટી સિવિલ કોર્ટની સુનાવણી બાદ આરોપીને જ્યારે પોલીસ કોર્ટમાંથી બહાર લઈ જઈ રહી હતી. આ દરમિયાન કોર્ટની બહાર લોકોના ટોળે ટોળા ઉમટ્યાં હતાં. પોલીસની સુરક્ષા હોવા છતાં આરોપીને લોકોએ કોર્ટ પરિસરની બહાર જ માર માર્યો હતો. પરંતુ પોલીસે આરોપીને સુરક્ષિત કર્યો હતો. આરોપી મનીષ બલાઈને અગાઉ પણ કોર્ટમાં રિમાન્ડ દરમિયાન માર મરાયો હતો.આ અંગે મૃતક કોન્સ્ટેબલના ભાઈ મનીષ મકવાણાએ કહ્યું હતું કે, આજે ચંદ્રકાન્ત મકવાણાની હત્યા કેસની તમામ સુનાવણી સિટી સિવિલ કોર્ટમાં પૂર્ણ થઈ છે.

અમે આ કેસમાં કોર્ટ પાસે આરોપીને સખતમાં સખત સજા થાય તેવી આશા રાખીએ છીએ.20 એપ્રિલ 2016ના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નાર્કોટિક્સના ગુનામાં મનીષ શ્રવણકુમાર બલાઈને લાવવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓ દ્વારા મોડી રાત સુધી ગુના બાબતે મનીષની પૂછપરછ કરવામાં આવી હતી.

દરમિયાનમાં મોડી રાત્રે અન્ય પોલીસ કર્મીઓ ઘરે ગયા હતા અને ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ચંદ્રકાંત મકવાણા આરોપી મનીષની વોચ રાખી રહ્યા હતા. પીએસઆઇ કે.જી. ચૌધરીની ઓફિસમાં માત્ર ચંદ્રકાંતભાઇ અને આરોપી મનીષ હાજર હતા તે તકનો લાભ ઉઠાવી મનીષે ઓફિસમાં રહેલી પાઇપ ઉઠાવી ચંદ્રકાંતભાઇના માથામાં ફટકારી હતી.

માથામાં ગંભીર ઇજાઓના કારણે ચન્દ્રકાંતભાઇનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આરોપી મનીષ ક્રાઇમ બ્રાન્ચમાંથી ફરાર થઇ ગયો હતો. વહેલી સવારે પોલીસ કર્મીઓ જ્યારે કે.જી. ચૌધરીની ઓફિસમાં ગયા ત્યારે ચન્દ્રકાંતભાઇ જમીન પર ઢળેલા જોવા મળ્યા હતા.


Share

Related posts

લખતર માં સિઝનેબલ રોગચાળા અને સાદા મેલરીયા એ માથું ઉચકતા લોકો રોગચાળામાં સપડાયા

ProudOfGujarat

રાજકોટમાં ઈન્કમટેક્સ વિભાગની મોટી કાર્યવાહી, 15 થી વધુ ઠેકાણે દરોડા

ProudOfGujarat

નડિયાદ મામલતદાર કચેરી ખાતે સિનિયર સિટીઝન માટે આયુષ્માન કાર્ડ માટે જરૂરી આવકના દાખલા કઢાવવા માટે કેમ્પ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!