કોરોના વિરુદ્ધ લડાઈમાં ભારતને જલદી એક મોટુ હથિયાર મળવાનું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે સંસદને જણાવ્યું કે, ઝાયડસ કેલિડાની કોરોના વેક્સિનની ત્રીજા તબક્કાની ક્લીનિકલ ટ્રાયલ ચાલી રહી છે. આ ડીએનએ વેક્સિન હશે. તેમણે કહ્યું કે, ભારતમાં દુનિયામાં પ્રથમ એવો દેશ બની શકે છે જેની પાસે આ મહામારીના બચાવ માટે ડીએનએ આધારિત વેક્સિન હશે.
ભારતીય કંપનીઓ કોરોનાથી બચાવ માટે પોતાની રસીનું ઉત્પાદન વધારી રહી છે. તેમણે દેશમાં કોવિડ 19 મહામારીનું મેનેજમેન્ટ, રસીકરણનું અમલીકરણ અને સંભવિત ત્રીજી લહેરને જોતા નીતિ અને પડકાર વિષય પર રાજ્યસભામાં થયેલી અલ્પકાલિક ચર્ચાના જવાબમાં જણાવ્યું કે કેડિલા હેલ્થકેર લિ. ની ડીએનએ આધારિત રસીની ત્રીજા તબક્કાની ક્લીનિકલ ટ્રાયલ ચાલી રહી છે.
ઝાયડસ કેડિલાની આ કોરોના વેક્સિન દુનિયાની પ્રથમ ડીએનએ વેક્સિન હશે. તેના દ્વારા જેનેટિકલી ઇન્જીનિયર્ડ પ્લાસ્મિડ્સને શરીરમાં ઇંજેક્ટ કરવામાં આવે છે. તેનાથી શરીર કોવિડ-19ના સ્પાઇક પ્રોટીનનું ઉત્પાદન કરે છે અને આ રીતે વાયરસથી બચાવતા એન્ટીબોડી પેદા થાય છે. મોટાભાગની કોરોના વેક્સિનના બે ડોઝ લાગે છે પરંતુ કેડિલાની આ વેક્સિનના ત્રણ ડોઝ લાગશે.
આ વેક્સિન વિશે અન્ય ખાસ વાત છે. આ કોઈ સોઈથી લાગશે નહીં. તેને એક ખાસ ડિવાઇસ દ્વારા લગાવવામાં આવશે. ઝાયડસ કેડિલાનો દાવો છે કે આ મેથડથી વેક્સિન લગાવવાને કારણે દુખાવો થશે નહીં. કંપનીએ તે દાવો પણ કર્યો કે આ વેક્સિનથી આડઅસર પણ થશે નહીં.
ફાઇઝર અને મોડર્નાની વેક્સિનને ખુબ ઠંડા તાપમાનમાં રાખવાની જરૂર હોય છે. આ કારણે તેના ટ્રાન્સપોર્ટ્રેશન અને સ્ટોરેજમાં તમામ પ્રકારની મુશ્કેલી આવે છે. તો કેડિલાની આ વેક્સિનને માત્ર 2થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રાખી શકાય છે. તેનો મતલબ છે કે આ વેક્સિનને સરળતાથી ટ્રાન્સપોર્ટ અને સ્ટોરેજ કરી શકાય છે.
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, તેણે ઇમરજન્સી સ્થિતિમાં ઉપયોગની મંજૂરી હાસિલ કરવા માટે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની સામે અંતરિમ આંકડા રજૂ કર્યા છે. તેમણે કહ્યું કે, જરૂરી માપદંડ પૂરા થવા પર જ્યારે આ રસી બજારમાં આવી જશે તો દેશની પ્રથમ ડીએનએ આધારિત રસી હશે અને ત્યારે ભારત પણ એવો પ્રથમ દેશ હશે જેની પાસે કોવિડ-19 મહામારીથી બચાવ માટે ડીએનએ આધારિત વેક્સિન હશે.
માંડવિયાએ કહ્યુ કે, ભારતીય કંપનીઓને કોવિડ-19ની રસીનું ઉત્પાદન વધારવા માટે ટેક્નોલોજીનું હસ્તાંતરણ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય નાકથી અપાવી વેક્સિનની પણ ટ્રાયલ ચાલી રહી છે. તેમણે કહ્યું- મને દેશના વૈજ્ઞાનિકો અને કંપનીઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે.
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે, ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાએ બાળકો પર પણ ટ્રાયલ શરૂ કરી દીધી છે. આશા છે કે તેમાં સફળતા મળશે અને બાળકો માટે રસી ઉપલબ્ધ થશે.