Proud of Gujarat
FeaturedGujaratINDIA

કપાસિયા અને સિંગતેલના ભાવમાં ધરખમ વધારો ઝીંકાયો, આ છે લેટેસ્ટ પ્રાઈઝ

Share

રાજકોટમાં ફરી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. અષાઢ મહિનાની શરૂઆત થતા જ હવે તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આવા ટાંણે લોકોના બજેટ પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ ભાવવધારો અને બીજી તરફ હવે ખાદ્યતેલના ભાવ પણ આસામાને જઈ રહ્યાં છે.

રાજકોટ દરેક તેલના ભાવમાં ધરખમ વધારો ઝીંકાયો છે. તેલિયા રાજા સ્ટોક કરવા લાગતા ભાવમાં ધરખમ વધારો થયો છે. સાતમ-આઠમના તહેવારો પૂર્વે તેલના ભાવમાં રૂપિયા 30 થી લઇને 150 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. સિંગતેલ ડબાના ભાવમાં 20 દિવસમાં 95 રૂપિયાનો વધારો થયો છે. તો કપાસિયા તેલ ના ભાવમાં 20 દિવસમાં 150 રૂપિયાનો ભાવવધારો ઝીંકાયો છે. સિંગતેલનો ડબ્બો ફરી 2465 અને કપાસિયા તેલનો ડબ્બો 2400 રૂપિયાએ પહોંચ્યો છે. તો પામોલીન, સરરિયુ, સનફલાવર, કોર્ન ઓઇલ અને કોપરેલ તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે.

Advertisement

મે મહિનાના અંતમાં સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. જેથી લોકોને રાહત થઈ હતી. મે મહિનામાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા ખાદ્યતેલમા વાયદા બજાર ખુલતાની સાથે જ કડાકો બોલાયો હતો. જેથી સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો ઘટાડો થયો હતો. તો કપાસિયા તેલના ભાવ 30 રૂપિયા ઘટ્યા હતા. સિંગતેલ ડબ્બો 2500થી 2550 થયો હતો. જેના બાદ સતત ભાવ ઘટ્યા હતા. આ પાછળ ચીનની માંગ કારણભૂત છે. સીંગતેલમાં છેલ્લા કેટલાક સમયથી ચાઈના સાથેના વેપાર બંધ હતા.બીજી તરફ ઈમ્પોર્ટ તેલના ભાવ કાબુમાં આવ્યા હતા.તેની સાથે સાથે સીંગતેલના ભાવમાં ધટાડો જોવા મળ્યો હતો.


Share

Related posts

નર્મદા જિલ્લામાં શ્વેતા તેવતિયાએ કલેકટરનો ચાર્જ સંભાળ્યો.

ProudOfGujarat

ભરૂચ : નિકોરા ગામમાં આહીર સમાજ દ્વારા APL 14 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું.

ProudOfGujarat

વલસાડ જિલ્લામાં લેપ્‍ટો./ ડેન્‍ગ્‍યુની જાણકારી માટે જનજાગૃતિરથ રવાના કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!