Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ : પોલીસકર્મી બની જાહેર રોડ પર લોકો પાસેથી પૈસા પડાવતો નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી જેલ ભેગો કર્યો.

Share

ખાખી વર્દીનો શોખ રાખી અને પોલીસકર્મી બની જાહેર રોડ પર લોકો પાસેથી પૈસા પડાવતા શખ્સની નરોડા પોલીસે ધરપકડ કરી છે. નરોડા પોલીસે બાતમીના આધારે હંસપુરા બસ સ્ટેન્ડ પાસેથી તેને રંગેહાથ પકડી લીધો હતો અને એક્ટિવા પણ કબ્જે કરી હતી. નરોડા પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ પૂછપરછ શરૂ કરી છે.

નરોડા પોલીસને બાતમી મળી હતી કે, હંસપુરા બસ સ્ટેન્ડ પાસે એક્ટિવા લઈને પોલીસ યુનિફોર્મમાં એક યુવક વાહનચાલકો પાસેથી પૈસા ઉઘરાવી રહ્યો છે. જેના આધારે નરોડા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ત્યાં પહોંચી ગયા હતા. પોલીસે તેને પકડી તેનું નામ પૂછતાં મિહિર મોદી હોવાનું જણાવ્યું હતું.

Advertisement

નરોડા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર શોખ હોવાથી ખાખી વર્દી પહેરીને ફરતો યુવક જોકે પોલીસ દ્વારા યુવકને કયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેમ પૂછતાં પોતે પોલીસમાં નથી અને પોતાને શોખ હોવાથી પોલીસ યુનિફોર્મ પહેરી ફરતો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધીને એક મોબાઈલ, એક્ટિવા, નેમ પ્લેટ, પોલીસ યુનિફોર્મ સહિતની વસ્તુઓ કબ્જે કરી હતી.


Share

Related posts

હાંસોટ મામલતદાર કચેરી ખાતે પ્રાથમિક શિક્ષક સંઘએ આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં ખેડૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

હાર્દિક પંડ્યા બની શકે છે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, સુનીલ ગાવસ્કરે કરી ભવિષ્યવાણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!