Proud of Gujarat
FeaturedGujaratINDIA

આખરે આ વર્ષે પરંપરાગત રીતે નિકળશે રથયાત્રા : ભક્તોને નહી મળે પ્રસાદ..!

Share

છેલ્લા દોઢ વર્ષથી દેશ-વિદેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી લહેરમાં પણ ગુજરાતમાં વધુ અસર જોવા મળી હતી. પરંતુ હવે ધીમે ધીમે કોરોના કેસ ઘટતા જાય છે. ત્યારે સરકાર નિયમોમાં છૂટછાટ આપી રહી છે. અત્યાર સુધી મંદિરના કપાટ બંધ હતા પરંતુ હવે ગુજરાતના મોટાભાગના કપાટ ખુલી ગયા છે.

ત્યારે નજીક અષાઢી બીજ આવતી હોવાથી રથયાત્રા નિકળશે કે નહી તેને લઇને ભક્તોમાં ભારે આતુરતા હતી. ત્યારે આખરે ગાંધીનગરમાં રથયાત્રા કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં 1985 થી નિકળતી રથયાત્રા આ વર્ષે પણ નિકળશે. જોકે ગત વર્ષે સૌથી લાંબી એવી ગાંધીનગરથી રથયાત્રા પણ નીકળી નહતી અને મંદિર પરિસરમાં જ ભગવાનના રથે પરિભ્રમણ કર્યું હતું.

Advertisement

આ વર્ષે સોશિયલ ડિસ્ટન્સ સાથે રથયાત્રા કાઢવામાં આવશે અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. રથયાત્રા માટે વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

આ ઉપરાંત દર્શનાર્થીઓને પ્રસાદ આપવામાં નહી આવે. ભગવાનના રથ સિવાય અન્ય વાહનો પણ નહી હોય. માત્ર મદદ માટે ઉપયોગી વાહનો જ રહેશે. આ ઉપરાંત ચાર કલાકમાં રથયાત્રા પૂર્ણ કરવામાં આવશે.


Share

Related posts

વડોદરા : લોનની લાલચ આપી વેપારીના 20 લાખ પડાવી લેનાર મહારાષ્ટ્રની ગેંગ ઝડપાઈ

ProudOfGujarat

SOU એરીયા ડેવલોપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરીટીમાં સમાવિષ્ટ ઘર-ઘર સુધી પહોંચીને સુખાકારી માટેના સરકાર દ્વારા હાથ ધરાયેલા પ્રયાસોમાં જરૂરી સહયોગ માટે જાહેર અપીલ.

ProudOfGujarat

જામનગર:ખારેકની ખેતીમાંથી માતબર આવક મેળવતા જસાપર ગામના ખેડૂત જયંતિલાલ ફળદુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!