Proud of Gujarat
RecipesFeaturedGujaratINDIA

27 જૂનથી થિયેટર ખોલવા સરકારે મંજૂરી આપી : અમદાવાદ મલ્ટિપ્લેક્ષ એસોસિયેશનનો જુલાઈથી શરૂ કરવાનો નિર્ણય.

Share

કોરોનાની બીજી લહેર શરૂ થતાં સરકાર દ્વારા અનેક પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા, જેમાં બાગ-બગીચા, થિયેટર, મોલ, હોટલ, રેસ્ટોરાં વગેરેને બંધ રાખવા આદેશ આપ્યો હતો, એક બાદ એક તબક્કાવાર શરૂ કરવામાં આવ્યાં છે. ત્યારે હવે થિયેટર શરૂ કરવા પણ મંજૂરી આપી છે, પરંતુ 2 મહિના કરતાં વધુ સમય થિયેટર બંધ રહ્યાં હોવાથી અચાનક જ શરૂ કરી શકાય એમ નથી.

જેથી તમામ વ્યવસ્થા સાથે જુલાઈ મહિનામાં પ્રથમ સપ્તાહમાં થિયેટર શરૂ કરવામાં આવશે. સરકાર દ્વારા 27 જુલાઈથી 50 ટકાની કેપેસિટી સાથે થિયેટર શરૂ કરવા મંજૂરી આપી છે. 2 મહિના કરતાં વધુ સમય થિયેટરો બંધ રહ્યા હતા, જેને કારણે મોટા ભાગના થિયેટરોમાં સ્ટાફ નથી, સાફસફાઈ બાકી છે, ટેક્નિકલ સમસ્યા છે. આ તમામ વ્યવસ્થા ફરીથી ઊભી કરીને થિયેટર શરૂ કરવામાં આવશે. તમામ સુવિધા ઊભી થાય એ બાદ જુલાઈના પ્રથમ સપ્તાહમાં થિયેટર તમામ ગાઈડલાઇન્સ પાલન સાથે શરૂ કરવામાં આવશે, એવો નિર્ણય મલ્ટિપ્લેક્ષ એસોસિયેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
2 મહિના બાદ સરકાર દ્વારા થિયેટર ફરીથી શરૂ કરવા મંજૂરી આપવા આવી છે. 27 જૂનથી થિયેટર શરૂ કરવાની પરવાનગી મળી છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં તાત્કાલિક કોઈ થિયેટર ખોલી શકાય તેમ નથી. અમે સોમવારે ગુજરાતી ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર વંદન શાહ સાથે બેઠક કરીશું, એ બાદ તમામ વ્યવસ્થા સાથે થિયેટર ખોલીશું. થિયેટર ખોલ્યા બાદ શરૂઆતનાં 2 અઠવાડિયાં ગુજરાતી અને ઈંગ્લિશ ફિલ્મ જ ચાલુ કરવામાં આવશે.

Advertisement

15 જુલાઈ બાદ હિન્દી ફિલ્મ આવશે ત્યારે ચાલુ કરાશે. ગુજરાત મલ્ટિપ્લેક્ષ એસો.ના ઉપપ્રમુખે વધુમાં કહ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીને પગલે 2 વર્ષમાં અંદાજે રૂ.2 થી 3 હજાર કરોડનું નુકસાન થયું છે અને અમે આમ જ નુકસાન ભોગવી રહ્યા છીએ. નફો થતો નથી, જેનાથી મલ્ટિપ્લેક્ષનું ટર્નઓવર ખોરવાયું છે. હાલ મલ્ટિપ્લેક્ષ શરૂ થશે કે કેમ એ અંગે અસમંજસ છે. હાલ જૂનાં મૂવી બતાવવા પડે એવી સ્થિતિ હોવાથી પ્રેક્ષકો આવશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. આ રવિવારે તો કોઈ થિયેટર શરૂ થવાનું નથી અને થશે તો એ પણ જુલાઈના પહેલા- બીજા વીકથી.


Share

Related posts

સુરેન્દ્રનગર : એસબીઆઈ બેંક દ્વારા વેપારીઓની વર્કીંગ લીમીટમાં ૧૦ ટકાનો વધારો કરાયો.

ProudOfGujarat

ખેડા જિલ્લાના સેવાલિયા ખાતે રાજ્ય પોલીસનાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેકટનો યોજાયો

ProudOfGujarat

નડિયાદ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર અધ્યક્ષતામાં પશુપાલકો સાથે મીટીંગ યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!